લોકસત્તા ડેસ્ક 

કોરોનાથી રિકવર થનારા 64% દર્દીઓમાં ઘણા મહિનાઓ સુધી વાઈરસની અસર દેખાઈ રહી છે. સારવાર પછી પણ દર્દીઓ શ્વાસ લેવામાં તકલીફ, થાક, ગભરામણ અને ડિપ્રેશનથી પીડિત છે. આ રિસર્ચ કરનારી ઓક્સફર્ડ યુનિવર્સિટી સંશોધકોનું કહેવું છે કે, કોરોના સંક્રમણ થયાને 3 મહિના પછી અનેક સાઈડ ઈફેક્ટ દેખાવાના શરુ થઇ રહ્યા છે. રિસર્ચ દરમિયાન ખબર પડી કે 64% દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ થઇ રહી છે. તો 55% થાકથી પીડિત હતા.

રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, દર્દીઓના MRIથી ખબર પડી કે 60% દર્દીઓના ફેફસાં એબનોર્મલ મળ્યા. 29% દર્દીઓની કિડનીમાં તકલીફો મળી. તો 26%માં હાર્ટ પ્રોબ્લેમ્સ અને 10% દર્દીઓમાં લિવરની તકલીફ થઇ.

રિકવરી પછી 55% દર્દીઓ થાકથી પીડિત છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના રેડક્લિફ ડીપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના ડૉક્ટર બેટી રમને કહ્યું કે, આંકડાં પ્રમાણે રિકવરી પછી શરીરની તપાસ કરવાની જરૂર છે. ડિસ્ચાર્જ પછી તેમને મેડિકલ કેર આપવા માટે એક મોડલ ડેવલપ કરવું જોઈએ.

ડૉ. બેટી રમને કહ્યું કે, દર્દીઓમાં એબ્નોર્માલિટી દેખાઈ રહી છે. તેનું સીધું કનેકક્શન અંગોના સોજા સાથે છે. શરીરના અંગોમાં આ ગભીર સોજા અને ફેલ્યર વચ્ચે કનેક્શન મળ્યું. સોજા શરીરના અંગોને ડેમેજ કરવાનું કામ કરી રહ્યા છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓ આ તકલીફથી પીડિત છે

ગયા અઠવાડિયે બ્રિટનમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ રિસર્ચ જણાવ્યું કે, દર્દીઓમાં લોન્ગ કોવિડના કેસ સામે આવી રહ્યા છે. તેઓ રિકવરી પછી પહેલાની જેમ સ્વસ્થ નથી રહી શકતા. શરીરના અલગ-અલગ ભાગમાં કોરોનાની અસર લાંબા સમય સુધી દેખાઈ રહી છે.