સ્કિનની સમસ્યાઓ માટે સદીઓથી હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હળદરમાં રહેલાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટીક ગુણ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ સરળ ઉપાયો તમારી સ્કીનને ગ્લોઇંગ અને ક્લિન બનાવવામાં મદદરૂપ બનશે. નિસ્તેજ, કરચલીવાળી અને કાળી સ્કિનની સમસ્યા માટે હળદરના ફેસપેક જણાવી રહ્યાં છે.

હળદરના ઉપાય 

2 ચમચી લોટના ચોકરમાં 1 ચમચી હળદર અને થોડું કાચું દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી કોણી પર લગાવો. કોણીની કાળાશ દૂર થશે. મલાઈમાં હળદર પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ ધોઈ લો. ચહેરો ઝડપથી ગ્લો કરવા લાગશે. 2 ચમચી હળદરમાં 1 ચમચી મધ અને ગુલાબજળ મિક્સ કરીને ગરદન પર લગાવો. સૂકાયા બાદ ધોઈ લો. આનાથી ગરદનની કાળાશ દૂર થશે. ટામેટાંના રસમાં ગુલાબજળ અને હળદર પાઉડર મિક્સ કરીને લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે. આ સ્કિનનો ગ્લો વધારવામાં મદદ કરે છે. 1 ચમચી હળદરમાં 1 ચમચી ચંદન પાઉડર અને 2 ચમચી દહીં મિક્સ કરીને લગાવવાથી ડાઘ-ધબ્બા દૂર થાય છે. 1 ચમચી હળદરમાં 1 ચમચી ચણાનો લોટ, 1 લીંબુનો રસ અને 2-3 ચમચી દહીં મિક્સ કરી ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો.