વડોદરા : શહેરમાં પોલીસ વિભાગ ખાખી વર્દીના જાેરે સામાન્ય માણસોને રંઝાડવાની કોશિશ કરી રહી છે.સામાન્ય લોકો પણ કાયદાનો દંડો ઉગામીને માર મારવો પોલીસની ફિતરત બની ગઇ છે.જેથી પોલીસ પ્રત્યે લોકોમાં ધૃણાની લાગણી જાેવા મળે છે.આજે કમાટીબાગમાં ફતેહગંજ જવાના રોડ પર પોલીસે ડભોઇ વાઘોડીયા રીંગ રોડ પર આવેલ શ્રીજી ટાઉનશીપમાં રહેતા રોનીત સુરેશભાઇ મકવાણાને માર મારી ખાખીની તાકાત બતાવવાની કોશિશ કરી હતી.રોનીતે આ બાબતે સયાજીગંજ પોલીસમાં પોલીસ દ્વારા માર મારવાની અરજી આપવામાં આવી હતી.જેમાં તેના પત્ની અર્ચના તેમજ દોઢ વર્ષની દીકરી કમાટીબાગમાં ગયા હતા.અને પોતે દીકરી માટે પાણીની બોટલ લેવા માટે બહાર ગયો હતો.અને પાણીની બોટલ લઇને પરત કમાટીબાગમાં જતી વખતે પોલીસે રોકીને અંદર જતા રોક્યો હતો.રોનીતે પત્ની તેમજ દીકરી અંદર જઇ બહાર લઇ આવું તેમ જણાવવા છતાં પણ સયાજીગંજ ડી સ્ટાફના જમાદારે રોકી તેની સાથે માથાકૂટ કરીને માર માર્યો હતો.અને સયાજીગંજ પોલીસ મથકે લઇ જઇને ત્યાં પણ માર માર્યો હતો.જે બાબતની અરજીના પગલે રોનીતને માર મારનાર જમાદારે માફી માગતા સમાધાન થઇ ગયું હતું.જયારે પીઆઇ આલના જણાવ્યા મુજબ રોનીતે પોલીસ સાથે ઘર્ષણ કરીને ગમે તેમ ઉધ્ધતાઇભર્યું વર્તન કરતા તેને પોલીસ મથકે લાવીને ગુન્હો નોંધવાની કાર્યવાહી કરી હતી.પણ તેના પિતાએ માફી માંગતા પોલીસે પણ કાર્યવાહી નહી કરીને સમાધાન કરાવી લીધું હતું.