દિલ્હી-

પહેલી સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 4.0ની પ્રક્રીયા શરૂ થઈ છે. સરકારે નિયમો વધુ હળવા કર્યા છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આજથી દેશમાં મેટ્રો સેવા શરૂ થઈ છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. દેશમાં વધુ 97,570 કોરોના કેસ નોંધાયા અને વધુ 1,201ના મોત નિપજ્યા તથા 81533 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર - 77.77% કુલ સંક્રમિતોની સંખ્યા - 46,59,985 મૃત્યુઆંક - 77,472 કુલ સ્વસ્થ થયા- 36,24,197 કુલ એક્ટિવ કેસ - 9,58,316