વડોદરા : મહાનગરપાલિકાના વોર્ડ નં.૧માં કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે રજૂ કરેલા સોગંદનામા સામે ભાજપાના ઉમેદવાર સતીષ પટેલ અને તેમના ધારાશાસ્ત્રી રઘુવીર પંડયાએ વાંધો ઉઠાવી જણાવ્યું હતું કે, સોગંદનામામાં કેસોની સંખ્યામાં શૂન્ય લખેલ છે ત્યાં લાગુ પડતું નથી તેમ લખવું જાેઈએ તેવી રજૂઆત ચૂંટણી અધિકારી સમક્ષ કરી હતી. જાે કે, ચૂંટણી અધિકારીએ નિયમોની ચકાસણી કર્યા બાદ ભાજપા દ્વારા રજૂ કરાયેલા વાંધો ફગાવી દઈને કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતનું ફોર્મ માન્ય રાખ્યું હતું.