વડોદરા

વડોદરાના પર્યાવરણ એક્ટિવિસ્ટ અને પ્રદુષણને લઈને સતત ચિંતિત રહેતા રોહિત પ્રજાપતિ અને કૃષ્ણકાંત દ્વારા કેન્દ્રીય અને રાજ્ય પ્રદુષણ બોર્ડના અધ્યક્ષ અને મેમ્બર સેક્રેટરી, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રીઝનલ ડાયરેક્ટર તથા જીપીસીબીના વડોદરા જિલ્લાના યુનિટ હેડ ડી.પી.શાહ સમક્ષ મહીસાગર નદીમાં ફેલાવાતાં પ્રદુષણ બાબતે રજૂઆત કરી છે. પાદરા તાલુકાના ડબકા ખાતે મહીસાગર નદીમાં ઠલવાતા પ્રદુષણ મામલે પુરાવા સાથે રજૂઆત કરીને જણાવ્યું છે કે નદીઓમાં ફેલાતું પ્રદુષણ રોકવાની બાંહેધરી પછી પણ યથાવત સ્થિતિ રહેતા ફોટો અને વીડિયોના પુરાવા સાથે રજૂઆત કરીને ખુલાસો મંગાયો છે. તેમજ ગુજરાતની નદીઓ પ્રદુષણને લઈને મૃતઃપાય અવસ્થામાં ધકેલાઈ ગઈ હોવા બાબતે ચિંતા વ્યક્ત કરાઈ છે.

એની સાથોસાથ ખંભાતના અખાતને મળતી ઈસીપી ચેનલની જે પોઇન્ટ બાબતે ઉલ્લેખ કરીને એના થકી મોટા પ્રમાણમાં પ્રદુષિત પાણી ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જેમાં મહીસાગર ઉપરાંત સાબરમતી નદીમાંથી પણ આ પ્રકારનું દુષિત જળ ઠલવાતું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રદુષિત પાણીમાં રાસાયણિક ઉદ્યોગોના મેલિન અને દુષિત જળ ઉપરાંત ડ્રેનેજના મેલિન જળનો પણ સમાવેશ થાય છે. આને લઈને ખંભાતના અખાતમાં મોટા પ્રમાણમાં પ્રદુષિત જળ ઠાલવવામાં આવે છે. જે ને લઈને આ વિસ્તારમાં આવેલા નાગરો,ગામો અને જનજીવનને માથે મોટો ખતરો રહેલાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

એની સાથોસાથ માનવ અને પ્રાણી પક્ષીઓની સાથોસાથ જીવજંતુઓના જીવને માટે એ ભયજનક હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહીસાગરમાં મોટા પ્રમાણમાં રસાયણના ફૉમને વહેતુ જાેઈને એ અન્ય સ્થળેથી પણ ઠાલવવામાં આવતા આવ્યું હોવાનો ભય અને શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી રસાયણોનું દુષિત અને ટ્રીટેડ કે અન્ટ્રીટેડ પાણી તેમજ ડ્રેનેજનું ગટરોનું દુષિત પાણી જે છોડવામાં આવે છે.એને લઈને આ નદીઓ સતત પ્રદુષિત બની રહી છે. એને અટકાવવાની બાંહેધરી હથેળીમાં ચાંદ બતાવવા સમાન સાબિત થયાનો આક્ષેપ પણ થઇ રહ્યા છે. તેમ છતાં પર્યાવરણની સરકાર હસ્તકની સંસ્થાઓ અને સત્તાઓના પેટનું પાણી હાલતું નથી. જે બાબતે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમજ આ મામલે કોર્ટમાં આપેલા વાયદાનો ભંગ થતો હોઈ કોર્ટના અનાદર બાબતે શા માટે પગલાં લેવા નહિ? એનો ખુલાસો પણ માગવામાં આવ્યો છે. વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ દ્વારા જીપીસીબીના નિયમોનું સતત પાલન કરવામાં આવતું નથી. તેઓએ સબંધિત સત્તાધીશોને આ બાબતે તાકીદે તપાસ કરીને ચોક્કસ પગલાં લેવાની માગ કરી છે.

 એની સાથોસાથ ટેક્નિકલી સાઉન્ડ અને નિષ્ણાતોની સ્વતંત્ર સમિતિ દ્વારા રોજે રોજની તપાસ હાથ ધરીને યોગ્ય મોનીટરીંગ કરવામાં આવે એવી માગ કરી છે. જાે તેઓ દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ નદીનું પ્રદુષણ રોકવાના પ્રયાસ કરવામાં આવશે નહિ.તો આગામી દિવસોમાં કોર્ટના અનાદર બાદલના અને અન્ય પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.