ગોધરા, વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહેલોલ પાસે આવેલા ઈંટોના ભઠ્ઠામાં ચોકીદાર તરીકે નોકરી કરતા ઉત્તર પ્રદેશના પ૬ વર્ષના પરપ્રાંતિય દ્વારા એક ૯ વર્ષની માસૂમ બાળકીના આ અપહરણના ગુનાનો ભેદ ઉકેલવા માટે પંચમહાલ પોલીસ દ્વારા રપ હજાર રૂપિયાની રકમનું ઈનામ જાહેર કરીને પોસ્ટરો છપાવીને જાહેર સ્થળોએ ચોંટાડવાની કાર્યવાહીઓ હાથ ધરી છે.  

બે વર્ષો પુર્વે મહેલોલ પાસે આવેલા એક ઈંટોના ભઠ્ઠામા ચોકીદાર તરીકે ફરજ બજાવતા અંદાજે પ૬ વર્ષના અને ઉત્તર પ્રદેશના લાલચંદ ઉર્ફે મુનિમચંદ હિરાલાલ જાટવ રહે. કુસવા તાલુકો જલેસરનો આ પરપ્રાંતિય ભઠ્ઠામાં ટ્રેક્ટરના ડ્રાયવર તરીકે નોકરી કરતા આ મહેલોલના ગરીબ આદિવાસી ટીનાભાઈ નાયકની ૯ વર્ષની માસૂમ બાળકી શકુબેનનું અપહરણ કરીને તા.૧૩.૧.ર૦૧૯મા ફરાર થઈ ગયો હતો. માસૂમ બાળાનું અપહરણ કરીને ફરાર થઈ ગયેલા આ ચોકાવનારા કિસ્સા સંદર્ભમાં વેજલપુર પોલીસ તંત્રની તપાસોની સાથોસાથ ગોધરાના પેરોલફર્લો સ્કોવોર્ડના પીઆઈ એન જી શેખ આ તપાસમાં સામેલ થયા હતા. આદિવાસી પરીવારની આ માસૂમ બાળકી શકુ અને અપહરણ કર્તા લાલચંદ ઉર્ફે મુનિમચંદ જાટવને શોધીને આ ગુનાનો ભેદ ઉકેલીને માસૂમ બાળાને શોધીને પરીવારને સુપ્રત કરવાની આ સઘન તપાસોની ઝુંબેશમાં પંચમહાલ પોલીસ અધિક્ષક ર્ડા.લીના પાટીલે રપ હજાર રૂપિયાના ઈનામ જાહેરાત કરી હતી.