અબુધાબીઃ  

શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આઈપીએલ-2020ના 53મો મુકાબલો રમાઈ રહ્યો છે. આ મેચમાં પંજાબના કેપ્ટન અને ઓપનર કે એલ રાહુલે 27 બોલમાં 3 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 29 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ખાસ મુકામ મેળવ્યો અને પોતાનો રેકોર્ડ પણ ઉત્તમ બનાવ્યો હતો. નોંધનીય છે કે હાજર સત્રમાં કે એલ રાહુલ સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે અને તેની પાસે જ ઓરેન્જ કેપ છે. વિરાટ કોહલી સહિત તમામ દિગ્ગજ પાછળ રહ્યાં છે.

હકીકતમાં, કે એલ રાહુલે 2018ના આઈપીએલની સીરિઝમાં 659 રન પણ બનાવ્યા હતાં. જે તેની કોઈપણ સીઝનમાં સૌથી બેસ્ટ છે. આટલું જ નહીં પંજાબ તરફથી કોઈ એક સીઝનમાં બેટ્સમેનના નામે સૌથી વધારે રન હોય. જે પછી રાહુલે ચેન્નાઈ વિરુદ્ધ પણ 29 રનની ઈનિંગ દરમિયાન 2018ના આંકડાને પાછળ છોડ્યો હતો. હવે તેના નામે આ સીઝનમાં 14 મેચમાં 670 રન બનાવ્યા હતાં.

પંજાબ માટે કોઈ પણ એક સીઝનમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો કેએલ રાહુલનું નામ માત્ર બે ટોપના સ્થાન પર આવે તેવું નથી પરંતુ ટોપ-5માં 3 વાર આવે છે. કે એલ રાહુલે 2019માં પણ 593 રન બનાવ્યા હતાં. 

પંજાબ માટે આઈપીએલ સીઝનમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન

670 રન: કેએલ રાહુલ (2020) *

659 રન: કેએલ રાહુલ (2018)

616 રન: શૉન માર્શ (2008)

593 રન: કેએલ રાહુલ (2019)

552 રન: ગ્લેન મેક્સવેલ (2014)