ગાંધીનગર, ફાઇવસ્ટાર હોટલ સાથેના ગાંધીનગર રેલવે સ્ટેશનનું જાન્યુઆરીમાં ઉદઘાટન થવા જઈ રહ્યું છે. ગાંધીનગર રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ કોર્પોરેશન ડેવલપ કરી રહ્યું છે. ત્યારે ટૂંક સમયમાં જાન્યુઆરીના અંતમાં ગાંધીનર રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવશે. આધુનિક રેલવે સ્ટેશન ઉપર જ ૫ સ્ટાર હોટેલ બની છે. રેલવે સ્ટેશન પર સીસીટીવી, મેટલ ડિટેક્ટરથી સજ્જ કરવામાં આવશે. એટલું જ નહીં, પ્લેટફોર્મ પરથી જ ૫ સ્ટાર હોટેલમાં જઈ શકાશે. હોટેલમાંથી મહાત્મા મંદિર, વિધાનસભા સંકુલ દેખાશે. 

ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદઘાટન જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહમાં રેલવેમંત્રીના હસ્તે કરાય એવી શક્યતા જાેવામાં આવી રહી છે. દેશમાં પહેલીવાર કોઈપણ રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ અલગથી તૈયાર કરાયો છે. ફાઈવસ્ટાર હોટલ બિલ્ડિંગની નીચે સ્ટેશન માટે નવું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. જાન્યુઆરીના અંતમા ગાંધીનગર રેલવે સ્ટેશનનુ ઉદ્‌ઘાટન કરાશે. રેલવે સ્ટેશન પર બનેલ નવી હોટલ અને આધુનિક રેલવે સ્ટેશનની શરુઆત કરાશે. રેલ્વે સ્ટેશનની ઉપર જ ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. અંદાજે ૩૦૦ જેટલા રુમ હોટલમાં હશે. સ્ટેશન પર નીચે જ મેડિકલ વ્યવસ્થા, પ્રાર્થના માટેનો રૂમ, નાના બાળકો માટે ફિડિંગ રૂમ બનાવાયો છે. સ્ટેશનમાં પ્રવેશતા મેટલ ડીટેક્ટર લગાવાયા છે. રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. ટિકિટ બારીથી અને પ્લેટફોર્મ પરથી જ હોટલમાં જઈ શકાશે. હોટલમાંથી મહાત્મા મંદિર અને વિધાનસભા સંકુલ પણ જાેઈ શકાશે. ગાંધીનગર રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલના નવા બિલ્ડિંગમાં એન્ટ્રીગેટ, બુકિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાતાં જૂનું બિલ્ડિંગ ખાલી થશે. જાેકે સ્ટેશન મેનેજર સહિત અન્ય અધિકારીની ઓફિસ હાલ જૂના બિલ્ડિંગમાં રહેશે. બુક સ્ટોલ, ખાણી-પીણી સ્ટોલની સાથે જીવન જરૂરિયાતની વસ્તુના સ્ટોલ શરૂ કરાશે. આ બિલ્ડિંગમાં જ નીચેના મુખ્ય પ્રવેશદ્વારથી પ્લેટફોર્મ પર જવા માટેની એન્ટ્રી છે. તમામ પેસેન્જરોએ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે.