ભરૂચ, ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારીયાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચુંટણીની પ્રક્રિયા જુલાઇ-૨૦૨૦ની શરૂ થઈ હોવા છતાં કેટલાક સંસ્થાના હિતશત્રુઓ અને રાજકીય રીતે સંસ્થાની વારંવાર ચૂંટણી રોકવામાં આવી રહી છે. જે અંગે સંસ્થાના સભાસદોએ ખેડૂત હિતરક્ષક સમિતિ બનાવી આજરોજ એ.પી.એમ.સી. વાલીયા ખાતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના ૨૦૦૦ સભાસદો ઉપસ્થિત રહી આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજ્યની અન્ય ચુંટણી સમયસર થઈ છે.તો ગણેશ સુગરની ચુંટણી કેમ રોકવામાં આવી રહી છે. સંસ્થા આ વિસ્તારના ખેડૂતોની જીવાદોરી તરીકે વર્ષોથી કાર્યરત છે. સંસ્થાની વ્યવસ્થાપક કમિટીની મુદત પૂરી થયા બાદ ચુંટણી થઈને ચુટાયેલા બોર્ડ દ્વારા સંસ્થાનો વહીવટ થાય એ સભાસદો અને સંસ્થાના હિતમાં છે. પરિસંવાદમાં સંસ્થાના સમગ્ર કાર્યક્ષેત્રના ખેડૂત સભાસદો હાજર રહી વિચારો રજૂ કર્યા. જેમાં બાંકીમચંદ્ર પાઠકે સંસ્થાને તોડનારા તત્વોને ઓળખી જાકારો આપવા સૂચન કર્યું. દિલીપસિંહ બોરધારાએ વિસ્તારવાર ખેડૂતો એફિડેવિટ કરે અને સામૂહિક રીતે હાઇકોર્ટના દ્વાર ખખડાવીએ તો જ ન્યાય મળી શકે એમ જણાવ્યુ. ઉપસ્થિત ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી કે ચુટણીની પ્રક્રિયા સાથે સંસ્થાના માજી ચેરમેન જાેડાયેલા હોય તેઓને બોલાવવા રજૂઆત થતાં સંદીપ માંગરોલા ઉપસ્થિત થઈ વિગતવાર ચર્ચા કરી અને ચૂંટણી શરૂઆતથી અત્યાર સુધી ક્યાં ક્યાં અને કેવી રીતે અટકાવવામાં આવી છે. જેની સમજણ ખેડૂતોને આપી. વિશેષમાં આ બોર્ડની મુદત હવે પૂરી થાય છે. સરકાર દ્વારા કસ્ટોડિયન બોર્ડ મૂકી શકે છે. ત્યારે સભાસદ ખેડૂતો દ્વારા એકી અવાજે જણાવ્યુ કે કોઈપણ સંજાેગોમાં કસ્ટોડિયન ચલાવી લેવામાં આવશે નહી. ખેડૂત સમાજના અગ્રણી હસુભાઈ પટેલ, ડિરેક્ટર મોહનભાઇ પટેલે ચર્ચામાં ભાગ લઈ માર્ગદર્શન પાઠવ્યું. અંતમાં સુગરના ચેરમેન કરશનભાઇ પટેલે ઉપસ્થિત તમામ સભાસદ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો. સંવાદનું સંપૂર્ણ સંચાલન સંસ્થાના સભાસદ કિશોરસિંહ વરાછીયા અને મહેન્દ્રસિંહ કરમરિયા દ્વારા કરાયું ાં હતું.સંવાદના સંસ્થાની વ્યવસ્થપક કમિટીની ચુટણી તાત્કાલિક યોજવામાં આવે, તા. ૩૧મી ડિસેમબરની મુદત પૂર્ણ થાય ત્યારબાદ નવું ચુટાયેલ બોર્ડ સત્તા સાંભળે ત્યાં સુધી હાલનુ બોર્ડ ચાલુ રહેવું જાેઇએ સંયુક્ત રજીસ્ટ્રાર અને સભ્ય બોર્ડ ઓફ નોમિનીઝ વડોદરાની શંકાસ્પદ કામગીરીની તપાસ કરી તેઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે એવી માંગણી સાથે મામલતદાર મારફત રાજયપાલને આવેદન પત્ર સામૂહિક ધોરણે રેલી યોજી આવેદન સુપ્રત કરાયું હતું.