ગોંડલ, ગોંડલના સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગુંદાળા રોડ પર સાંજના સુમારે ચાર આખલાઓ વચ્ચે ધમાસાણ યુદ્ધ સર્જાતા લોકોના જીવ પડીકે બંધાયા હતા કેટલાક હિંમતવાન યુવાનોએ લાકડી અને પાણીનો છંટકાવ કરી આખલાઓને છૂટા પાડયા હતા પરંતુ આ દરમિયાન આખલાઓએ સ્ટેશનરીની દુકાન, રીક્ષા, બાઇક સહિતના વાહનોને ઢીકે ચડાવ્યા હતા. સદનસીબે જાનહાનિ ટળી હતી.જાેકે, આ ઘટનાનો લાઇવ વીડિયો શોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

મળતી માહિતી મુજબ ગોંડલ શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા ગુંદાળા રોડ પર સાંજના સમયે ચાર જેટલા આખલાઓ વચ્ચે તમાશા યુદ્ધ સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. આ સમયે કેટલાક સાહસિક યુવાનોએ લાકડી અને પાણીનો છંટકાવ કરી આખલાઓને છુટા પાડવાની કોશિષ કરી હતી. જાે કે આ સમય દરમિયાન આખલાઓ સ્ટેશનરીની દુકાન રીક્ષા બાઇક સહિતના વાહનો ને અડફેટે લીધા હતા. જેના કારણે નુકસાન પણ થવા પામ્યું હતું જાેકે સદનસીબે જાનહાનિ ટળી હતી. આખલા વચ્ચે ધમાસાણ યુદ્ધ સર્જાયું હતું જેના કારણે લોકોમાં થોડીક વાર માટે નાસભાગ મચી જવા પામી હતી. જાેતજાેતામાં આખલાઓ એકબીજા સાથે લડતા લડતા પરમેશ્વર ર્હ્ર્વા ર્જંિી ની અંદર ઘૂસી ગયા હતા. બુક સ્ટોરમાં ઘૂસી ગયેલા આખલાઓએ કાઉન્ટર, બેન્ચ તેમજ બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું. તો ત્યારબાદ બાજુમાં પડેલી ઓટો રીક્ષા માં પણ આખલાઓ અથડાયા હતા જેના કારણે રિક્ષામાં પણ નાનું મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે ઘટનાસ્થળ પર હાજર રહેલા કેટલાક હિંમતવાન યુવાનોએ લાકડી લઇ યુદ્ધ કરતા આખલાઓને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો કેટલાક લોકોએ પાણીનો મારો ચલાવી આખલાઓ નો ક્રોધ શાંત કરવાની કોશિશ પણ કરી હતી. હાલ શાળાઓની અંદર પ્રવેશ શરૂ થઈ ચૂક્યા છે. તો મોટાભાગની શાળાઓમાં ર્હઙ્મૈહી એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ સમય દરમિયાન નાના ભૂલકાઓ પોતાના માતા-પિતા સાથે સ્ટેશનરીની દુકાન પુસ્તકો સહિતની ખરીદી કરવા માટે આવતા હોય છે. પરંતુ સદનસીબે આજરોજ જ્યારે આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાયું હતું. ત્યારે સ્ટેશનરીની દુકાન પર કોઈ ભૂલકાઓ કે મહિલાઓ હાજર ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઇ લોકોએ તાત્કાલિક અસરથી આખલાઓને ઝડપી પાડવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી.