વડોદરા

રાજ્ય સરકારના તબીબોને થતા અન્યાયના મામલે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન દ્વારા આગામી તા.૧૩ ડિસેમ્બરે સામૂહિક અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું સરકારને અલ્ટિમેટમ અપાયું છે. આ અંગે વડોદરાના સ્થાનિક સરકારી તબીબોએ સયાજી હોસ્પિટલના સુપ્રિ.ને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તબીબોને થતા અન્યાય દૂર કરવામાં આવે તેવો ઠરાવ કરાયો હતો જેમાં તબીબોને થતા અન્યાય મુદ્દે પુનઃ તા.૧૩મી ડિસેમ્બરના રોજ અચોક્કસ મુદતની હડતાળ પર જવા મજબૂર બનશે તેમ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા એક યા બીજા કારણોસર તા.૧૬મી મેના રોજ તબીબોએ કરેલ ઠરાવનો અમલ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. એટલું જ નહીં, ઉચ્ચકક્ષાએથી થયેલા આદેશનું પણ પાલન થતું નથી. આ અંગે સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા ઉપેક્ષા કરાઈ રહી છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન દ્વારા નાછૂટકે આગામી તા.૧૩મી ડિસેમ્બરના રોજ પુનઃ ઓલ ગુજરાત ક્ષેત્રે અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારાઈ છે. આજે તબીબોએ સયાજી હોસ્પિટલના સુપ્રિ.ને આવેદનપત્ર આપી તબીબોને થતા અન્યાય મુદ્‌ે અચોક્કસ મુદતની હડતાળથી અવગત કરાયા હતા.