વડોદરા, તા.૨૯

સાવલી તાલુકાના પસવા ગામે મામાના ઘરે આવેલ યુવાન નવા બનતા પુલની બાજુમા આપેલા ડાઇવરઝન માંથી વહેતા પાણીને જાેવાનો આનંદ માણવા જતા અચાનક પગ લપસી જવાથી ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.ફાયર બ્રિગેડ દ્વારા યુવાનને શોધવાની ભારે મહેનત કરવા છતાં પત્તો નહી લાગતા ટીમ પરત ફરી હતી. વાઘોડીયા તાલુકામાં રહેતો ૧૭ વર્ષનો કરણ જશવંત પરમાર સાવલી તાલુકાના પસવા ગામમાં રહેતા મામાના ઘરે રહેવા આવ્યો હતો.અને હાલ તાલુકામાં ભારે વરસાદ પડવાથી નદીઓ છલકાઇ ગઇ છે. પસવા ગામે નવીન પુલ બની રહેલ હોવાથી વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે ડાઇવરઝન આપેલુ હતો . જેમાંથી ખેતરોમાં વસેલું પાણી નિકાલ કરવામાં આવતો હતો.પણ ભારે વરસાદને કારણે ખેતરો પાણીથી બેટમાં ફેરવાઇ જતા પાણી પુલની નીચેથી પસાર થતું હતું તેવામાં આજરોજ કરણ ગામના ચાર જેટલા મિત્રો સાથે વહેતા પાણીનો આનંદ લેવા ગયા હતા.જયાં વહેતા પાણીમાંથી પસાર થતી વખતે કરણ જશવંત પરમારનો પગ લપસી જતા વહેતા પાણી માં તણાવા લાગ્યો હતો સાથી મિત્રોએ તેને બચાવવાની કોશિશ કરી હતી.પણ પાણી નું વહેણ વધારે હોવાથી કરણને બચાવી શક્યા ન હતા. બનાવના પગલે બૂમાબૂમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તણાયેલા યુવકની શોધખોળ આદરી હતી પરંતુ કરણનો ક્યાંય પત્તો મળ્યો ન હતો. બનાવના પગલે સાવલી પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને કરણને શોધવા માટે ફાયર બ્રિગેડની મદદ માંગતા ટીમ રવાના થઇ હતી. અને કરણની લાશને શોધવાની ભારે મહેનત કરી હતી.પણ નદીમાં ઝાડી ઝાંખરા વધુ હોવાથી કરણનો કોઇ પત્તો લાગ્યો ન હતો.અને અંધારુ થતા ટીમ પરત આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ મહીનદીમાં ન્હાવાની મજા માણવા ગયેલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.આ વિદ્યાર્થીનો હજી પણ પત્તો નથી.