મહુધા : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખેડા જિલ્લામાં યોગનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કોચ થકી નિમાયેલાં સી.બી. પટેલ કૉલેજના સેવા આયોજનમાં યુનિયન વિદ્યાર્થીઓ દ્વારા યોગ ટ્રેનર વિશાલકુમાર સોઢા અને અશ્વિનકુમાર ચૌહાણ દ્વારા મહુધાના કડી અને નડિયાદના મહોળેલ ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘યોગ્ય ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જે ત્રીસ દિવસની તાલીમ છે, જેમાં કોરોના સામે રોગ પ્રતિકારશક્તિ તે માટે આયોજન કરવામાં આવેલું છે.