અમેરિકાના પૂર્વ રનર જિમ રયુનને દેશ સર્વોચ્ચ સન્માન મેડલ ઓફ ફ્રીડમ મળ્યો છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 3 વખતના ઓલિમ્પિયન રયુન 10 વર્ષથી કોંગ્રેસના સભ્ય પણ રહ્યા છે. તે સ્કૂલના સમયમાં 3 મિનિટ અને 59 સેકન્ડમાં 1600 મીટરની રેસ પૂર્ણ કરનાર પ્રથમ રનર પણ છે.

રયુને 1964માં 17 વર્ષની ઉંમરે 1600 મીટર રેસમાં રેકોર્ડ બનાવ્યો હતો. 10 વર્ષ સુધી વ્હાઇટ હાઉસનું પ્રતિનિધિત્વ કરનાર રયુને મેક્સિકો સિટીમાં યોજાયેલી 1968ની ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વ્હાઇટ હાઉસે કહ્યું કે રયુન અમેરિકાના શ્રેષ્ઠ રનર્સમાંથી એક છે. આ મેડલ એવા લોકોને આપવામાં આવે છે જેમણે અમેરિકન સુરક્ષા, રાષ્ટ્રીય હિતો, વિશ્વ શાંતિ અથવા રાષ્ટ્રીય સંસ્કૃતિ માટે સારા કામ કર્યા હોય.