વડોદરા, તા.૬

શહેરના એમ.જી. રોડ અંબામાતાના ખાંચામાં દબાણોના પ્રશ્ને દુકાનદારો અને માજી ભાજપા કાઉન્સિલર વચ્ચે શુક્રવારે મોડી સાંજે ચકમક સર્જાઈ હતી. આ બનાવના પગલે દુકાનદારોએ આજે સવારથી દુકાનો બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. દુકાનદારો અને માજી કાઉન્સિલરે આક્ષપો-પ્રતિ આક્ષેપો કર્યા હતા. વેપારીએ કહ્યુ હતુ કે, ભાજપાના પૂર્વ કાઉન્સિલરે દાદાગીરી બંધ કરવી જાેઈએ, જાેકે, પોલીસે આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે મોડી સાંજે ભાજપાના પૂર્વ કાઉન્સિલર મિનેષ શાહ પોતાનું ટુવ્હિલર લઇને માંડવી અંબામાતાના મંદિરના ખાંચામાંથી જવા માટે નીકળ્યા હતા. પરંતુ, દુકાનદારો દ્વારા દબાણો કરેલા હોવાથી તેઓનું ટુવ્હિલર ન નીકળતા તેઓએ વેપારીઓને દબાણ ન કરવા માટે જણાવ્યું હતું. જેના પગલે વેપારીઓ અને માજી કાઉન્સિલર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ ઘટના વેપારીઓ તેમજ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.

ન્ન્ેકે, આજે અંબામાતાના ખાંચાના ૧૦૦ ઉપરાંત લારી-પથારા તેમજ દુકાનદારો એક થઇ ગયા હતા. અને સવારથીજ પોતાની લારીઓ-પથારા અને દુકાનો બંધ રાખી ભાજપાના પ્‌ર્વ કાઉન્સિલર મિનેષ શાહ દ્વારા કરવામાં આવેલી દાદાગીરીનો વિરોધ કર્યો હતો. આજે અંબામાતાના ખાંતાની મોટા ભાગની દુકાનો-પથારા-લારીઓ બંધ રાખી એકઠા થઇ ગયા હતા. તો બીજી બાજુ સ્થાનિક રહીશો દુકાનદારો દ્વારા કરાતા દબાણોને લઈ પૂર્વ કાઉન્સિલરના સમર્થનમાં આવ્યા હતા.

જાેકે, અંબામાતાના ખાંચામાં સવારથી વેપારીઓનું જૂથ અને પૂર્વ કાઉન્સિલરના સમર્થનમાં સ્થાનિક લોકોનુ જૂથ એકઠા થતાં ઉત્તેજના વ્યાપી હતી. જાેકે, આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો.અને બંને જૂથોને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

હુમલાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ

વેપારી પાર્થ દવેએ જણાવ્યું હતું કે, માજી કાઉન્સિલર મિનેષ શાહ અવાર-નવાર દબાણોને લઇ ખોટી રીતે હેરાનગતિ કરે છે. મોડી રાતે મને અને મારા સિનીયર સિટીજન પિતા ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેના વિરોધમાં આજે અમોએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો છે. પૂર્વ કાઉન્સિલરની દાદાગીરી થી ભાજપાની છબી બગડી રહી છે. અમો શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહને પણ મળી રજૂઆત કરીશુ તેમ પણ કહ્યુ હતુ.

રસ્તો નહીં હોવાથી સામાન દૂર કરવા કહ્યું હતંુ ઃ પૂર્વ કાઉન્સિલર

જાેકે, પૂર્વ કાઉન્સિલર મિનેષ શાહે જણાવ્યું હતું કે, મોડી સાંજે હું મારું ટુ-વ્હિલર લઇને અંબામાતાના ખાંચામાંથી પસાર થઇ રહ્યો હતો. રસ્તામાં દબાણ હોવાથી વેપારીને તેઓનો સામાન દૂર કરવા જણાવતા તેઓએ ઉધ્ધતાઇભર્યો જવાબ આપ્યો હતો. અને અન્ય તેઓના સમર્થનમાં અન્ય વેપારીઓ આવી પહોંચ્યા હતા. અને તેઓએ ખોટી રીતે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. હુમલાની વાતને તેઓએ ખોટી ગણાવી હતી.