વડોદરા-

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નાગરવાડામાં ધમધમતા અનવર સીધીના જુગારધામ પર દરોડો પાડીને અનવર સિંધી અને અન્ય શખ્સોને ઝડપી પાડીને રોકડ રકમ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કારમાં મળી આવેલા બે લાખ રૂપિયા રોકડા પણ મુદ્દામાલમાં કબજે કર્યાં હતા. જે પરત મેળવવા અરજદારે વડોદરા કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી, જે અરજ કોર્ટે મંજૂર કરીને અરજદારને ૨ લાખ રૂપિયા પરત કરવાનો હુકમ કર્યો છે. અગાઉ કોર્ટે કાર પરત કરવાનો આદેશ કર્યો હતો વડોદરા કોર્ટમાં કરેલી રિવિઝન અરજીમાં જણાવ્યું હતું કે, ડીસીબી પોલીસે જુગારના કેસમાં અરજદારની કાર સાથે ધરપકડ કરી હતી, જે કારમાં રોકડા ૨ લાખ રૂપિયા હતા, જેને ખોટી રીતે પોલીસે ગુનાના કામે કબજે લીધા હતા.

અગાઉ ૧૭ ફેબ્રુઆરીના રોજ મુદ્દામાલ પરત મેળવવાની અરજી કરી હતી, તેમાં કાર પરત સોંપવાનો કોર્ટે હુકમ કર્યો હતો અને અરજદારની કાર તથા રોકડ રકમ ૨ લાખ રૂપિયા અનવર હુસેન સિંધીની હોવાનું માની તે અરજી રદ્દ કરી હતી, જેથી હાલની રિવિઝન અરજ દાખલ કરી હતી. અગાઉ ૨ લાખ રૂપિયાની રકમ બાબતે પુરાવા રજૂ કર્યાં નહોતા ગુનાની તપાસ કરનાર પીએસઆઈ એ.આર. ચૌધરી રજૂ કરેલા અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, અરજદારે નિવેદનમાં કહ્ય્šં હતું કે, સપ્ટેમ્બર-૨૦૧૯માં આદિલ અનવર સિંધી (રહે, નાગરવાડા)ને કાર ૩.૨૫ લાખમાં વેચવાની છે, તેમ કહી તે કારમાં ધંધાની રોકડ રકમ રૂપિયા ૨ લાખ રાખેલી હતી, જે કાઢવાનું ભૂલી ગયા હતા, ત્યારે રાત્રીના સમયે પોલીસ સાથે જુગારની રેડ કરતા અનવર સિંધી તથા જુગાર રમવા માટે આવેલા અન્ય શખ્સો પકડાયા હતા અને કાર કબજે કરી હતી. આ દરમિયાન તે કાર પરત મેળવવા માટે અરજી કરી હતી.