વડોદરા-

મળતી માહિતી મુજબ વડોદરા શહેર માં કલેકટર કચેરી માં 35 નંબરની ઓફિસમાં લાગી આગ હતી. ઘટના સ્થળે ફાયરબિગેડ ની ગાડીઓ આવી પહોંચી હતી આગને કાબૂ માં લેવાનો પ્રયાસ કરવામાં આવતો હતો .પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આગ શૉર્ટસર્કિટ ના લીધે લાગી હોય તેવું અનુમાન અત્યરે લગવવાંમાં આવી રહ્યું છે. આગના લીધે ઓફિસમાં મતદાર ર્યાદી નો ૫ વર્ષ નો રેકોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાને લીધે લોકોમાં રાહત જોવા મળી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જઇ આગ બુઝાવી દેવામાં આવી હતી. જેથી કોઈ ખાસ નુકસાન કે જાનહાનિ થઇ ન હતી. જૂનું જર્જરિત થયેલું અને લાકડાનો વધુ ઉપયોગ થયો હોવાથી આગ વધુ ફેલાઇ શકી હોત પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણી મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી.