છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે જિલ્લા સેવાસદનમાં આવેલ વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  તા. ૨૫મી, જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. ચૂંટણી આયોગના સ્થાપના દિનને ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે ગુજરાતના મહામહિમ રાજયપાલ દેવવ્રત આચાર્યની અધ્યક્ષતામાં અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રષ્ણનનની ઉાસ્થિતિમાં રાજયકક્ષાએથી ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજયકક્ષાના કાર્યક્રમ દરમિયાન રાજયપાલે ઇ-એપિકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઇ-એપિક લોન્ચ થવાથી હવે મોબાઇલમાં પણ વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.