દુબઇ 

IPL 2020ની 44મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 146 રનનો પીછો કરતા ચેન્નાઈ સુપરકિંગ્સે 18.4 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. લીગમાં સતત ત્રણ મેચ હાર્યા પછી ચેન્નાઈએ મેચ જીતી છે. સુપરકિંગ્સ માટે ઋતુરાજ ગાયકવાડે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. પોતાના IPL કરિયરની પહેલી ફિફટી ફટકારતા તેણે 51 બોલમાં 65* રન કર્યા. આ મેચ હાર્યા હાર્યા છતાં બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે યથાવત છે. જ્યારે ચેન્નાઈના હૈદરાબાદ અને રાજસ્થાન સાથે સંયુક્તપણે 8-8 પોઈન્ટ્સ થઇ ગયા છે. પરંતુ નેટ રનરેટના આધારે ચેન્નાઈ એક સ્થાનના ફાયદા સાથે સાતમા સ્થાને આવી ગયું છે.

ગ્રીન જર્સી પહેરીને રમતી વખતે બેંગલોરનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. તેઓ 10માંથી 7 મેચ હાર્યા છે, 2માં જીત મેળવી છે, જ્યારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું. બેંગલોરે 2011 અને 2016માં જીત્યું હતું, જ્યારે 2015માં રમાયેલી મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.

ફાફ ડુ પ્લેસીસ ક્રિસ મોરિસની બોલિંગમાં કવર્સ પર સિરાજના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 25 રન કર્યા હતા. જ્યારે અંબાતી રાયુડુ 39 રને યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બોલ્ડ થયો હતો.