દિલ્હી-

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પાર્કિંગ પોલિસી મુદ્દે એક જ નીતિ હોવી જોઈએ તેવી રજૂઆત કરી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10 જુલાઈ, 2019ના આદેશને પડકારતી વિશેષ મંજૂરી માંગતી અરજીમાં આગામી સુનાવણીની તારીખ પહેલા સચિવ, ગૃહ વિભાગના સચિવ, શહેરી વિકાસ વિભાગ અને સચિવ દ્વારા જવાબી સોંગદનામું દાખલ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. જસ્ટીસ એમ.આર.શાહ અને જસ્ટીસ અનિરુદ્ધ બોસની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું છે કે, આ વિવાદ ન હોઈ શકે કે ગુજરાત રાજ્યના મહાનગરના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા એક ખૂબ મોટો ગંભીર મુદ્દો છે, કારણ કે જાહેર પાર્કિંગ અને ત્યાં સુધી કે મોલ અને અન્ય બજારોમાં પર્યાપ્ત પાર્કિંગની જગ્યા નથી હોતી. નાગરિકો રસ્તા પર પાર્ક કરવા મજબૂર થઈ જાય છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કોઈ સમાન નીતિ અથવા દિશાનિર્દેશ કે પછી જાહેરનામું નથી. રાજ્ય તરફથી રજૂ થયેલા નિવેદનમાં કહેવાયું છે કે, રાજ્ય સરકારે સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપનાવેલ પાર્કિંગ પોલિસીને અપનાવવા માટે નીતિગત નિર્ણય લીધો છે. બેંચે આ મામલે 21 સપ્ટેમ્બર, 2021 માટે પોસ્ટ કરતા સરકારને એક નીતિ લાવવા માટે કહ્યું છે, જે નીતિ તમામ કોર્પોરેશનને લાગુ પડી શકે છે. કે જેનાથી પાર્કિંગની સમસ્યાનુ સમાધાન થઈ શકે. અન્ય કોર્ટે 15 ઓક્ટોબર, 2019 ના રોજ તમામ મુલાકાતીઓના પ્રવેશને ઓછામાં ઓછા એક કલાક સુધી મફત પાર્કિંગ કરવા દેવું અને ત્યાર પછી અપાતી પાર્કિંગની સેવા માટે ઉચિત પાર્કિંગ ફી વસૂલવા માટે વચગાળાનો નિર્દેશ પસાર કર્યો હતો. જોકે આવી ફી ચાર પૈડાંવાળા વાહનો માટે 30 રૂપિયા અને બે પૈડાના વાહનો માટે પ્રતિદિન રૂપિયા 10 થી વધુ નહી હોય. સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્ય સરકારને પાર્કિંગ નીતિ મામલે ટાઉન પ્લાનિંગ એક્ટ અથવા જીડીસીઆર અનુસાર દિશાનિર્દેશ અથવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવા કહ્યું છે. જે રાજ્યના તમામ કોર્પોરેશનમાં લાગુ કરી શકાય. કોર્ટે કહ્યું છે કે, શહેરના કોર્પોરેશન માટે અલગ અલગ નીતિગત નિર્ણયો ન હોવા જોઈએ.