જમ્મુ-

બાબા અમરનાથના ભક્તો માટે સારા સમાચાર છે. અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખો જાહેર કરી દીધી છે. આ વખતે અમરનાથયાત્રા ૨૮મી જૂનથી શરુ થઈને ૨૨મી ઓગષ્ટે ખતમ થશે. બોર્ડે શનિવારે થયેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ વખતે યાત્રા માત્ર બાલતાલ રુટથી જ થઈ શકશે. યાત્રાનો પારંપરીક રસ્તો પહલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને જાય છે.

બોર્ડના ચેરમેન અને ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શનિવારે રાજભવનમાં બોર્ડના સભ્યો સાથે બેઠક કરી હતી. એમાં યાત્રાના કાર્યક્રમ સહિત અનેક જરુરી મુદ્દે ચર્ચા થઈ હતી. અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણે માથું ઉંચકતાં યાત્રા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પણ કડક પાલન કરાવવામાં આવશે. ગયા વર્ષે કોરોનાને પગલે અમરનાથ યાત્રા રદ કરી દેવામાં આવી હતી.