ગાંધીનગર-

WHO એ કોવિડ-19 ના પેન્ડેમીકમાં ગુજરાતે કરેલી શ્રેષ્ઠ કામગીરીના ડોક્યુમેન્ટેશન માટે પસંદગી કરી એ અન્ય રાજ્યો, રાષ્ટ્રો માટે ઉપયોગી નીવડશે. કોરોનાની વૈશ્વિક મહામારી સામે ગુજરાતે પ્રજાકીય સહયોગ સાથે એકજૂથ થઇને જે લડાઇ લડી છે એના પરિણામે સંક્રમણને રોકવામાં મહદઅંશે સફળતા મળી છે. ગુજરાતે કરેલી બેસ્ટ પ્રેક્ટીસીસ અને અસરકારક કામગીરીની નોંધ લઇને WHO દ્વારા સમગ્ર દેશમાં ગુજરાતની પસંદગી કરીને ડોક્યુમેન્ટેશન કર્યુ છે એ આગામી સમયમાં દેશ સહિત અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બનશે. ગુજરાત સ્પેશ્યલ મોડલ ઉભર્યુ અને એ શ્રેષ્ઠ મેનેજમેન્ટ દ્વારા લેવાયેલ પગલાઓની અમલવારી સીનીયર અધિકારીઓ થકી થઇ જેના પરિણામે સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે.

રાજય સરકારનાં કોવિડ વિરુધ્ધની આ રણનીતિઓ અને પગલાંઓનાં અભ્યાસ તથા તેનું આલેખનમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની, ભારતની કચેરી દ્વારા રસ દાખવવામાં આવતા આ માટે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર અને સ્ટેટ હેલ્થ સીસ્ટમ રીસોર્સ સેન્ટર - ગુજરાતને જવાબદારી સોંપવામાં આવી હતી. આ માટે WHOનાં માપદંડ/માર્ગદર્શિકા “Intra Action Review” મુજબ ગુજરાતનાં કોવિડ સામેનાં પ્રતિસાદ માટે તૈયાર કરવામાં આવેલ બે ડોકયુમેન્ટ અને વિવિધ વિડીયો કલીપ્સનું વિમોચન કરાયુ છે.

આ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવેલ Policy Brief Report on COVID Response તથા વિવિધ પાંચ કેટેગરી જેમાં શાસનનો પ્રતિસાદ, સમુદાયનો પ્રતિભાવ, જાહેર આરોગ્ય પ્રતિભાવ, તબીબી સંભાળ અને આરોગ્ય-વહીવટી પ્રતિસાદમાં વિવિધ વિભાગ જેવા કે, કાયદો અને વ્યવસ્થા, નાગરિક પુરવઠો, ખેતી, ઉદ્યોગ વગેરે દ્વારા મહામારીની લડતમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે એવા ૧૦૦થી વધુ અધિકારી/કર્મચારીઓએ પાંચ માસથી વધુ સમય આપી તૈયાર કરવામાં આવ્યો છે.