વડોદરા _ શહેરના ગોત્રી રોડ હરીનગર બ્રિજ નીચેથી આજ રોજ વહેલી સવારે નવજાત શીશુનો હાથ-પગ કપાયેલો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા શહેરમાં ચકચાર મચવા પામી હતી. જે બનાવની જાણ ગોરવા પોલીસને કરાતા ગોરવા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. નવજાત બાળકનો મૃતદેહ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગોરવા પોલીસે નવજાત બાળક મળી આવ્યું તેની આસપાસ આવેલ તેમજ હરીનગર બ્રિજની પાસે આવેલ હોસ્પિટલોમાં પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ, પોલીસને કોઇ આ નવજાત બાળકની કોઇ પણ માહિતી મળી નથી.

મળતી માહિતી મુજબ, હરીનગર બ્રિજ વિસ્તારમાં રહેતા ભરતભાઇ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. તે સમયે તેઓની નજર અચાનક બ્રિજની નીચે તરછોડી દેવામાં આવેલા નવજાત શિશુના મૃતદેહ ઉપર પડી હતી. વિકૃત મૃતદેહ ઉપર નજર પડતા જ ભરતભાઇ ચોંકી ઉઠ્‌યા હતા. તુરતજ તેઓએ આ અંગેની જાણ શહેર પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી. જાેકે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળતાની સાથે જ ગોરવા પોલીસને સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પર પહોંચેલી ગોરવા પોલીસે વિકૃત નવજાત બાળકનો કબજાે લઇ પોષ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખાતે મોકલી આપ્યો હતો. તે સાથે પોલીસે હરીનગર બ્રિજની આસપાસ આવેલી હોસ્પિટલોમાં પ્રાથમિક પુછપરછ તેમજ તપાસ શરૂ કરી હતી. પરંતુ પોલીસને કાંઇ આ નવજાત શિશુની કોઇ માહિતી મળી ન હતી. આથી પોલીસે આસપાસની દુકાનો તેમજ હોસ્પિટલમાં લાગેલ સી.સી. ટી.વી. ફૂટેજની તપાસ શરૂ કરી હતી. ત્યજી દેવાયેલા નવજાત શિશુના મૃતદેહનો એક હાથ અને એક પગ કપાયેલી હાલતમાં હતો. આ નવજાત બાળકના મૃતદેહે અનેક સવાલો ઉભા કર્યા છે. પરંતુ, જ્યાં સુધી આ બાળકને ત્યજી દેનાર અજાણી વ્યક્તિ મળે નહિં ત્યાં સુધી બાળકનું રહસ્ય ખૂલવું મુશ્કેલ છે. ત્યજી દેવાયેલા બાળકના વિકૃત મૃતદેહને જાેવા સવારે મોર્નિંગ વોકમાં નીકળતા લોકોના લોક ટોળા એકઠા થયા હતા અને આ બનાવની જાણ વિસ્તારમાં થતા ચકચાર મચી જવા પામી હતી. મૃત નવજાત શિશુને બ્રિજ નીચે બિનવારસી છોડી ગયા બાદ શિશુ ઉપર જીવજંતુ ફરી રહ્યા હતા. પોલીસે આ નવજાત શિશુનો મૃતદેબ કબજે કરીને આ નવજાત શિશુ છોડી જનાર અજાણી વ્યક્તિઓની તપાસ શરૂ કરી છે. નવજાત મૃત શિશુને મૂકી જનાર અજાણી વ્યક્તિઓ પકડાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય નહિં. ગોત્રી હરીનગર વિસ્તારમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે ગોરવા પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તેમજ નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

એક જીવમાંથી બીજાે જીવ પેદા કરે અને ત્યજી દે તેનેે ‘મા’ના કહેવાય

વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, શહેર હોય કે ગામડું આવા બનાવ ન જ બનવા જાેઇએ. માતા પોતાના પેટમાં નવ મહિના પીડા સહન કરે અને આખરે બાળકને ત્યજી દે તેને કદી માફ ના કરાય, તેમાં નિર્દોષ બાળકનો શું વાંક છે? આવી કોઇ પણ બેન હોય, ને ભલે સમાજમાં ના સ્વીકારે, પણ પોતાની વ્યથા કોઇને કહીને પણ તેનું નિરાકરણ લાવવું જાેઇએ. ભગવાને માં બનવાની શક્તિ ફકત મહિલાને આપી છે, જે એક જીવમાંથી બીજાે જીવ પેદા કરે છે. પછી જાે તે બાળકને ત્યજી દે તો તે માંના કહેવાય. -રંજનબેન ભટ્ટ, સાંસદ, વડોદરા શહેર

સખતમાં સખત સજા થવી જાેઇએ

સોશિયલ અવેરનેસ હોવી જાેઇએ. પોતાની જવાબદારીમાંથી છટકી ન જવું જાેઇએ. માત-પિતાએ દીકરા-દીકરી પર ધ્યાન રાખવું જાેઇએ. ખરેખર લગન કરેલા હોય અને ત્યજી દીધેલ હોય તો તે પોતાની જવાબદારીમાંથી છટકી ન જ શકે. જાે બાળક બીમાર છે કે એવું કોઇ કારણ હોય તો પણ તેની જવાબદારી લઇને સારવાર મળે તેવા બે ત્રણ કારણથી બાળકને ત્યજી દેતા હોય છે. હું મંત્રી હતી, જેથી મને ખબર છે કે આ લોકો કયા કારણોસર બાળકને ત્યજી દેતા હોય છે. જાે આવું કર્યુ હોય તો આવા લોકોને સખતમાં સખત સજા તો થવી જ જાેઇએ. - મનિષા વકીલ, પૂર્વ મંત્રી, બાળવિકાસ વિભાગ

સંસ્કાર ન જળવાય તો એ સંસ્કારી નગરી માટે દુઃખ જ!

કોઇપણ લાઇફને રિસ્પેક્ટ કરો એ જ સંસ્કાર છે. એ પછી નાની કે મોટી વ્યક્તિ હોય દરેકે રિસ્પેક્ટ કરવી જાેઇએ. બાળકની લાઇફ તો આપણાં જ હાથમાં હોય છે, જેથી એની કાળજી રાખવી એ સૌથી મોટ પ્રશ્ન છે. કોઇપણ ધર્મથી પણ આપણો મોટો ધર્મ છે. એ સંસ્કાર ન જળવાય તો એ સંસ્કારી નગરી માટે દુઃખ જ છે.- ઇત્ન મોહિની