ચેન્નાઈ-

પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં પ્રચાર માટે ગૃહ પ્રધાન અમિત શાહ પરસેવો પાડી રહ્યા છે. તેઓ પોતાની આગવી શૈલીમાં પ્રચાર કરે છે અને લોકોને વિપક્ષની ખામીઓ સમજાવવા પ્રયાસ કરે છે. સાથે જ તેઓ ક્યારેક હળવી મજાક પણ કરી લે છે. પોતાને તમિલ ભાષા ન આવડતી હોવાને કારણે જ્યારે એક સભામાં થોડી ગેરસમજ થઈ ત્યારે તેમણે પોતાના દુભાષિયાને કંઈક આવી જ હળવી ટકોર કરતા એ વિડિયો વાયરલ થઈ ગયો છે. બીજીબાજુ આપને જણાવી દઇએ કે, અમિત શાહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.સરીતા લાલ નામની યુઝરે લખ્યું કે, મોટાભાઇ, તમિલ તો શીખવી પડશે, તમિલિયન્સનું દિલ જીતવા માટે, શીખી લો રાહુલની પહેલા, ફાયદો જ ફાયદો.

અમિત શાહે ડીએમકે અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે 2જી, 3જી અને 4જી દ્વારા મારન પરિવાર, કરૂણાનિધી પરિવાર અને ગાંધી પર કટાક્ષ કર્યો હતો. જો કે, આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ટ્રાન્સલેટરની ભૂલ કાઢી હતી જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો જોઈ રહ્યા છે. 

કેન્દ્રીય મંત્રી અમિત શાહનો આ વીડિયો ભાજપના કાર્યકર્તા નીલકાંત બક્ષીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. જેમાં શાહ સભાને સંબોધન કરતા કહી રહ્યા છે કે, જોવામાં આવે તે 2જી,3જી અને 4જી તમામ તમિલનાડુની અંદર છે. જેમ 2જી એટલે મારન પરિવારની 2 પેઢી, 3જી એટલે કરૂણાનિધી પરિવારજની 3 પેઢી અને 4જી એટલે ગાંધી પરિવારની 4 પેઢી, તમામ અહીં તમિલનાડુમાં મળે છે.

ટ્રાન્સલેટરને અમિત શાહની ટકોર

જો કે આ વખતે દુભાષિયો પ્રજાને અમિત શાહની વાત સમજાવવામાં લાગે છે. જો કે, અમિત શાહને એની વાત યોગ્ય નહીં લાગતા તેઓ કહે છે કે, તમે યોગ્ય રીતે ટ્રાન્સલેશન કરો ભાઇ, યોગ્ય રીતે ટ્રાન્સલેશન નથી કરતા રાજા જી. આ વીડિયો નીલકાંત બક્ષીએ શેર કર્યો છે, અને કેપ્શન લખી છે કે, આ કારણે અમિત શાહ મોટાભાઇ છે.