વડોદરા,તા.૪

ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોને માટે આગામી ૧૯ મી જૂનના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે હાલના તબક્કે આ ચાર બેઠકો ઉપર ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.જે પૈકી એક ઉમેદવાર હારશે એ નક્કી છે.હાલના તબક્કે જે ધારાસભ્યોનું સંખ્યાબળ છે.એના આધારે બંને પક્ષોને બે-બે બેઠકો મળી શકે એમ છે.પરંતુ ભાજપે જો ત્રીજી બેઠક જીતવી હોય તો કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા લેવા પડે.જે પૈકી બે ધારાસભ્યોએ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામાં સુપ્રત કર્યા છે.જયારે અન્ય બે મધ્ય ગુજરાતના ધારાસભ્યો આગામી દિવસોમાં રાજીનામા આપશે એવું રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે. જો કે સોર્સે આ બાબતને કન્ફર્મ કરી નથી.આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ સુપ્રત કરનાર કોંગ્રેસના બે ધારાસભ્યોમાં કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.જેની જાહેરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. 

કોંગ્રેસના આ બે ધારાસભ્યોએ અચાનક રાજીનામુ કેમ આપ્યું?એ આખી બાબત આગામી ૧૯ જૂનના રોજ યોજાનાર રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીની સાથે સંકળાયેલી છે. આ ચૂંટણી માટે ભાજપે ત્રણ ઉમેદવારો રમીલાબેન વોરા,અભય ભારદ્વાજ અને નરહરિ અમીનના નામોની જાહેરાત કરી છે.જયારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામની જાહેરાત કરી છે.આમ રાજ્યસભાની ચાર બેઠકોને માટે પાંચ ઉમેદવારો સ્પર્ધામાં છે.આ બેઠકોને માટે માટેના ગણિતની સીધેસીધી ગણતરી કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠકો મળે એમ છે.માટેના આ ગણિતને લઈને નજીવા મતોથી ભાજપને ત્રીજી બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ છે.આ સંજોગોમાં ભાજપ ત્રીજી બેઠક કોઈપણ સંજોગોમાં આંચકી લેવા માગે છે.કોંગ્રેસને બેનિફિટ ઓફ ડાઉટ આપવા માગતી નથી.આ ગણિતને લઈને હાલ કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાં પડ્‌યા છે.કહેવાય છે કે આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા હજુ વધુ બે ધારાસભ્યોના રાજીનામાં પડશે.

રાજ્યસભાની ચૂંટણીમાં માટેની ગણતરીનો મદાર કયા આંકડા ઉપર રહેલો છે.એ નક્કી કરવા ગુજરાત વિધાનસભાના સંખ્યાબળ ઉપર નજર નાખીયે તો એમાં ૧૮૨ બેઠકો પૈકી ૭ હાલમાં ખાલી છે.એટલેકે ૧૭૫ સભ્યો છે.જે પૈકી ૧૦૩ ભાજપ પાસે,૬૮ કોંગ્રેસ પાસે, બે છોટુ વસાવાના બીટીપી પાસે,એક કાંધલ જાડેજાની એનસીપી પાસે અને એક અપક્ષ જીગ્નેશ મેવાડા છે.આમ ૧૮૨ માંથી ૧૭૫ એક્ટિવ છે.આ ચાર બેઠકના મતદાનમાં ૧૭૫ ભાગ લઇ શકશે.એક ધારાસભ્યના માટેનું મૂલ્ય ૧૦૦ માટેનું છે.એટલેકે ૧૭૫૦૦ ને પાંચ વચ્ચે વહેંચીએ તો એક ઉમેદવારે ૩૫૦૧ માટે મળે તો વિજેતા જાહેર થાય.એટલેકે ૩૫ માટે અને ૩૬ હોય તો ચોક્કસ વિજેતા બને.

ભાજપની વાત કરવામાં આવે તો પ્રેફરન્સ -૧ના ૩૬ અને બેના ૩૬ એમ ૧૦૩માંથી ૭૨ વપરાય તો ૩૧ માટે બચે.એટલે ત્રીજા ઉમેદવારને માટે પાંચ મત ટૂંકા પડે. કોંગ્રેસ પાસે ૬૮ મત છે.જેમાંથી એકને માટે ૩૬ બાદ કરતા ૩૨ બચે.૪ ખૂટે.હવે ૪ અન્ય મતોમાં એક અપક્ષ,એક એનસીપી અને બે બીટીપીના છે.જે પૈકી એનસીપીના કાંધલ જાડેજા ભાજપની તરફેણમાં હોવાથી એમના મત ૩૧ અને એક એમ ૩૨ થાય.એટલે ચાર મલેના રાજીનામાં પડે તો ભાજપ આરામથી નરહરિ અમીનની ત્રીજી બેઠક આપોઆપ જીતી જાય.આ ગણતરીમાં બે વિકેટ પડ્‌યાની અધ્યક્ષે જાહેરાત કરી છે.હજુ વધુ બે ધારાસભ્યો તૂટશે.એ મધ્ય ગુજરાતના હોવાનું કહેવાય છે.જો કે સોર્સે એને કન્ફર્મ કર્યું નથી.પણ જે નામ ચર્ચામાં છે.એમાં જંબુસરના સંજય સોલંકી અને દાહોદના વજેસિંગ પાન્ડાનું નામ બોલાઈ રહ્યું છે.જેના ઉપર કોંગ્રેસે નજર રાખીને બચાવવા પડશે.આ પછીથી ૧૭૧ મત રહેશે એના આધારે ગણતરી કરશે.

ભાજપ પાસે ૧૦૩ અને એક મળી ૧૦૪ મત હશે.જેમાં પ્રેફરન્સ એક રમીલાબેન વોરા અને બે અભય ભારદ્વાજ પછીથી ૩૪ મત ત્રીજા પ્રેફરન્સ માટે અકબંધ રહેશે.કોંગ્રેસ પાસે ૬૮માંથી ૪ બાદ થતા ૬૪ ના સંખ્યાબળમાં અપક્ષનો એક અને બીટીપીના બે ગણતા ૬૭ મત થાય.પ્રથમ પ્રેફરન્સને ૩૫ બાદ કરતા બીજાને ૩૩ રહે એટલે ૩૪ મતને લઇ ભાજપનો ત્રીજો ઉમેદવાર આપોઆપ જીતી જાય.આમ ભાજપ વધુ એકવાર કોંગ્રેસની આંખમાં ધૂળ નાખીને વિજેતા બનશે.ભાજપના ચાણક્ય અમિત શાહ રાજકીય ચાલ ચાલવામાં કુનેહ છે.આ સ્થિતિમાં કોંગ્રેસે ધારાસભ્યોને સાચવવાને બદલે દોષારોપણ શરુ કર્યું છે.જેમાં વડાપ્રધાન મોદી અને સીએમઓના અધિકારી કે.કૈલાશનાથનના ઉપર આક્ષેપો કર્યા છે.

ગુજરાત કોંગ્રેસમાં લાpકડાઉન બે ધારાસભ્યોના રાજીનામા

ગાંધીનગર,તા.૪

રાજ્યસભાની ચાર બેઠકની ચૂંટણી અગાઉ કોંગ્રેસ વધુ તૂટી છે. ગુજરાત કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો કરજણના અક્ષય પટેલ અને કપરાડાંના જીતુ ચૌધરીએ રાજીનામા આપી દીધા હોવાના અહેવાલો વહેતાં થતાં જ રાજ્યની રાજકીય ઉત્તેજના વ્યાપી ગઇ છે. વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બે દિવસથી સંપર્ક વિહોણાં હતા. આ ઉપરાંત ઠાસરાના કાંતિ સોઢા અને પણ સવાર સુધી કોંગ્રેસના