અમદાવાદ-

કોરોનાથી હાલમાં જ વેક્સિનના ડિસ્ટ્રીબ્યૂશન અને ડબ્લ્યૂએચઓના ઈમર્જન્સી અપ્રુવલના અહેવાલો આવી રહ્યા છે ત્યારે આજે અમદાવાદમાં નવા સ્ટ્રેનનો જોખમ ઊભા થયા છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં નવા સ્ટ્રેનના 4 કેસ સામે આવ્યા છે. જે લોકો યુકેથી અહીં આવ્યા હતા. આ દર્દીઓને હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલાઓને પહેલાથી જ ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં કોરોનાના નવા વાયરસની એન્ટ્રી પછી રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. ત્યારે હવે રાજકોટમાં પણ નવા વાયરસની એન્ટ્રી થવાની આશંકાને પગલે હડકંપ મચી ગયો છે. બ્રિટનથી રાજકોટ આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.

ઉલ્લેખનીય છે કે ગત 22મી ડિસેમ્બરે બ્રિટનથી એર ઈન્ડિયા ફ્લાઈટમાં 175 મુસાફરો આવ્યા હતા. જેમાં 11 મુસાફરો ગુજરાતના હતા તે દરમિયાન તેમના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમના રિપોર્ટમાંથી 4ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને હજુ 6 દર્દીઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આમ તો બ્રિટનથી આવેલા પૈકાના કુલ 12 વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી 8 દર્દીઓ અમદાવાદ અને બીજા 4 અમદાવાદ શહેર બહારના હતા. પોઝિટિવ દર્દીઓ પૈકીના 11 એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પુના ઇન્સ્ટિટ્યૂટમાં કરાવવામાં આવેલા દર્દીઓના રિપોર્ટ મામલે ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમદાવાદના ચાર દર્દીઓમાં યુકેના નવા કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. યુકેથી આવેલી ફલાઈટમાં તમામ દર્દીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. પુનાની લેબોરેટરી દ્વારા ગુજરાત સરકારને જાણ કરવામાં આવી છે. ચારેય દર્દીઓ હાલ SVPમાં સારવાર હેઠળ છે.