ગાંધીનગર-

કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે હજુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમ્યાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે. જેને લઇ દરીયો ગાંડોતૂર બનવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. હાલ રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં ત્રણ દિવસ અધિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. નવસારી,વલસાડ, સુરત, ગીરસોમનાથ, પોરબંદર, જામનગર સહીત વરસાદ રહેશે. અગામી 24 કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે જેને પગલે દરિયો પણ ગાંડોતૂર થવાની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકાર જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે.જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે.અને આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે. જોકે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાતે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.સાથે ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની અગાહીના કારણે ખેડૂતો ચિંતા વધારી છે. રાજ્યમાં પણ આગામી 5 દિવસ વાદળ છાયું વાતાવરણ રહશે.