અરવલ્લી/ભિલોડા : રાજ્ય પંચાયત પરિષદ અને અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીને આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નિરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે. 

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવામાં વિદ્યાર્થી કાળથી સક્રિય અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્ર પારધીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દાહોદ જિલ્લાના નિરીક્ષક તરીકે નિમણુંક કરી કોરોનાની મહામારીમાં ભાજપ સરકારના અણધડ વહીવટથી ત્રસ્ત છે. જે અંગે લોકોને જાગૃત કરવાની સાથે સંગઠન મજબૂત બનાવવી જવાબદારી સોંપી છે. દાહોદ જિલ્લામાં શહેર-તાલુકા સંવાદ કાર્યક્રમ, ડિજિટલ મેમ્બરશીપ ડ્રાઇવ તેમજ સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણીઓમાં વોર્ડ દીઠ કોંગ્રેસને મજબૂત કરવા અને વોર્ડ દીઠ કોંગ્રેસના યુવા કાર્ય કરતો તૈયાર કરવાની જવાબદારી સોંપી છે.રાજેન્દ્ર પારધીના જણાવ્યા અનુસાર પ્રદેશ કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂકી દાહોદ જિલ્લાની જવાબદારી સોંપી છે ત્યારે દાહોદ જિલ્લામાં આગામી સમયમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવી ઘરે ઘરે કોંગ્રેસ પહોંચાડી આગામી સમયમાં યોજાનાર તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે અને મને આપેલ જવાબદારીમાં સંપૂર્ણપણે નિભાવીશ તેવું ભાર પૂર્વક જણાવ્યું હતું