રાજકોટ-
આખરે બે વર્ષથી જેટલા સમયથી શાળામાં બંધ હતી..હવે દેશ સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર ઓછો થતા ફરીથી જનજીવન પાટે ચડ્યુ છે. ત્યારે ધીમે ધીમે શાળાઓ પણ ખુલવા લાગી છે.જો કે હજુ બાળકોની વેક્સિન આવી નથી માટે સરકાર ધીમે ધીમે એક પછી એક ધોરણનું ઓફલાઇન શિક્ષણ આપવા તરફ આગળ વધી રહી છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા જિલ્લા પંચાયત હસ્તકની તેમજ નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની શાળાઓમાં તા.૨થી ધો.૬થી ૮નું શિક્ષણ શરૂ થઈ રહયું છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, અમરેલી, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લામા શાળા ખોલીને ઓફ લાઈન શિક્ષણ કાર્ય તા.૨થી હાથ ધરવામાં આવી રહયું છે.પરંતુ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા આદેશઃ તાવ, શરદીવાળા બાળકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં
સરકારી ગાઈડલાઈન પ્રમાણે જ શાળાઓમા શૈક્ષણિક કામગીરી ચાલુ રાખવામા આવશે. સરકારી આદેશ પ્રમાણે તા.૧થી ૧૫ સુધી૪ સ્વચ્છતા પખવાડિયું ઉજવી શાળાની સાફ સફાઈ પણ સઘન રીતે કરવામા આવનાર છે. શિક્ષકો અને આચાર્યોને વેક્સિનેશન કરાવી લેવાયું છે. સાથો સાથ જે બાળકો સ્વસ્થ હશે તેનેજ સ્કૂલમા પ્રવેશ આપવામા આવશે.તાવ, શરદી કે ઉધરસ હશે તેમને શાળામા આવવા દેવામાં નહિ આવે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહયા છે.