અમદાવાદ-

શહેરમાં અવાર નવાર જર્જરિત મકાનો ધરાશાહી થવા હોવાના અનેક કિસ્સોઓ પ્રકાશનમાં આવ્યા છે અને આ દુર્ઘટનામાં કેટલાક લોકોએ પોતાનો જુવ પણ ગુમાવ્યો છે. જો કે કોર્પોરેશન દ્રારા આવા મકાનો ને કેમ નોટીસ ફટકાવામાં આવતી નથી તે પણ પ્રશ્નો ઉભો થયો છે. ત્યારે સવારના સમયે કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડોરીની પોળમાં બે માળનું જુનું મકાન અચાનક ધરાશાહી થઈ ગયું હતું. જેમાં ત્રણ લોકો કાટમાળની નીચે દટાયા હોવાથી ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ ભંડેરી પોળમાં એક વર્ષો જુનું બે માળનું મકાન સવારના સમયે અચાનક ધરાશાહી થઈ ગયું હતું. જો કે આ ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરી હતી. જો કે ફાયર બ્રિગેડને ઘટનાનો કોલ મળતા પાંચકુવા ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાટમાળ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથધરી હતી. બીજી બાજુ લોકોના ટોળાઓ ઘટના નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. જો કે પોલીસે ટોળાને વિખેરવાનું કામ શરૂ કર્યું હતું. બીજી બાજુ ફાયરબ્રિગેડની ટીમે પ્રાથમિક અનુમાનમાં કાટમાળ નિચે એક પરીવારના બે સભ્યો દબાયા હોવાનું જાણવા મળ્યું હોવાથી બંન્ને સભ્યોને બહાર કાઢવા માટે કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું. જો કે 35 મિનિટના રેસ્ક્યુ ઓપરેશન બાદ એક જ પરીવારના બે સભ્યો મળી આવ્યા હતા. જો કે ત્યારબાદ ફાયરબ્રિગેડને જાણવા મળ્યું હતું કે, પરીવારનો ત્રીજો સભ્ય પણ કાટમાળ નિચે દટાયો છે. જેના પગલે ફાયરબ્રિગેડની ટીમે ત્રીજા સભ્યને કાટમાળ નીચેથી બહાર કાઢવા માટે ફરીથી રેસ્ક્યુ ઓપરેશન હાથધર્યું હતું. જો કે ફાયરબ્રિગેડની 20 મિનિટની જહેમત ભરી કામગીરી બાદ એક જ પરીવારના ત્રણેય સભ્યોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક સભ્ય બેભાન હાલતમાં હોવાથી તેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. બીજી બાજુ પરીવારના બે સભ્યોને નાની મોટી ઈજાઓ થતા તેમને આઉટડોર સારવાર માટે મોકલી આપ્યા હતા. જો કે સુત્રો દ્રારા મળતી માહિતી અનુસાર બેભાન હાલતમાં રહેલ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. બીજી બાજુ લોકમુખે એવી ચર્ચા ચાલી રહી છે કે, કોર્પોરેશનને આ મકાન વર્ષો જુનું હોવાનું તથા જર્જરીત હોવાથી ગમે ત્યારે ધરાશાહી થાય તેની જાણ હતી તો તેમને નોટીસ ફટકારવામાં આવી કે નહીં તે પ્રશ્નએ જોર પકડ્યું છે.