અમદાવાદ-

થોડા દિવસો પહેલા કારંજ વિસ્તારમાં થી પોલીસે ડ્રગ સાથે આરોપી ની ધરપકડ કરી હતી ત્યારે ફરી વાર કારંજ પોલીસે જાન સાહેબની ગલીમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સને ઝડપી લીધો છે. આરોપી પાસેથી રૂ.૧.૭૦ લાખનું ડ્રગ્સ કબ્જે લઈ પૂછપરછ હાથ ધરવામાં આવતા શાહઆલમનો મુજી નામનો વ્યક્તિ સપ્લાયર હોવાનું ખુલ્યું છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.કારંજ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે, જાન સાહેબની ગલીમાં હોટલ બાલવાસની ગલીના નાકે એક શખ્સ એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે પંચોને જાેડે રાખી આરોપીની તપાસ કરતા આરોપી પાસેથી રૂ. ૧.૭૦ લાખની મતાનો સફેદ પાવડર એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા આરોપી મોઈનખાન ઉર્ફ પાપા મુસ્તાકખાન પઠાણ જે જાન સાહેબની ગલી, અહેમદ નાગોરી મસ્જિદ પાસે, કારંજનો હોવાની વિગત ખુલી હતી. પોલીસ પૂછપરછમાં મોઈનખાન એ જણાવ્યું કે, તે એમડી ડ્રગ્સનું જથ્થો શાહઆલમ ટોલનાકા પાસે રહેતા મુજી પાસેથી લાવ્યો હતો. પોલીસે આરોપી મોઈન અને મુજી વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી ફરાર આરોપી મુજીની શોધખોળ હાથ ધરી છે.આરોપી મોઈનનો કોવિડ રિપોર્ટ આવે ત્યાં સુધી તેને પોલીસની નજર હેઠળ રાખવામાં આવ્યો છે.

મહત્વનું છે કે વર્ષ ૨૦૨૦ માં ડીજીપી દ્વારા ડ્રગ ને લઈ વધુમાં વધુ કેસો કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો અને જેમાં રાજય પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ પકડી પાડેલ અને કરોડો રૂપિયાના ડ્રગને નષ્ટ પણ કરવમાં આવેલ છે. હાલ તો કારંજ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.આ મામલે કારંજના ઁૈંનું કહેવું છે કે હાલ સમગ્ર ચેનની તપાસ કરવામાં આવી રહી છે.