દિલ્હી-

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ જણાવ્યું હતું કે," તેણે આંધ્રપ્રદેશમા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી વિરુદ્ધ, બેંક ને 7 કરોડ નુ નુકસાન પહોંચાડવા ઉપરાંત, ત્રણ જુદા જુદા સ્થળોએ શોધખોળ કરવા બદલ કેસ નોંધ્યો છે."સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા જારી કરવામાં આવેલા એક પ્રકાશનમાં આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં એસબીઆઈ ની સખીનેતીપલ્લી શાખાના કર્મચારી, અને રોકડ પ્રભારી રાપાકા વેંકટ રમન મૂર્તિ સામે, કેસ નોંધવામાં આવ્યો છે.

સીબીઆઈ ના પ્રવક્તા એ, વેંકટ રમન મૂર્તિ પર સોનાના આભૂષણ ગિરવે મૂક્યા વિના, નકલી ગોલ્ડ લોન એકાઉન્ટ્સ બનાવવાનો આરોપ મૂક્યો હતો. ફરિયાદ મા એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે, 30 ડિસેમ્બર 2016 થી 1 જાન્યુઆરી 2021 ની વચ્ચે, તેણે 246 ગ્રાહકોના 319 બચત ખાતાઓમા લોનની રકમ જમા કરી હતી. જેમાં 6.69 કરોડ રૂપિયાની રકમ પણ શામેલ છે. જ્યાં સોનાની લોન વિષે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.સીબીઆઈ ની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ એ છેતરપીડી થી ઘણા લોકોના નામે બનાવટી ગોલ્ડ લોન અકાઉન્ટ્સ બનાવ્યા હતા અને બેંકને રૂ.7.07 કરોડનું નુકસાન પહોચાડ્યુ હતુ. પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, એજન્સી એ આંધ્રપ્રદેશમા ત્રણ સ્થળો તેમજ મુર્તિની ઓફિસ અને રહેણાંક જગ્યાઓની તલાશી લીધી હતી, જેમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે.