ગાંધીનગર-

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ગોરધન ઝડફિયા અને ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આંદોલનની નોટિસ સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ GUVNL કંપનીના કર્મીઓએ હડતાળ પર જવાની નોટિસ પરત ખેંચી છે.GUVNL કંપનીના પ્રતિનિધિએ 1 જાન્યુઆરી 2021ના પરિપત્ર સંદર્ભે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અમારી માગણી અનુસાર રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2016થી જૂના સેટલમેન્ટ તથા અન્ય ભથ્થાઓના એરિયર્સ સહિતની માગણીઓ ચૂકવવા માટે મંજૂરી આપી છે, જે ચૂકવણા વીજ કંપનીઓ દ્વારા 10 હપ્તામાં ચૂકવી અપાશે.