છોટાઉદેપુર -

છોટાઉદેપુર જિલ્લામાં ચાલતા સંઘમાં અંદાજીત પિસ્તાલીસો થી વધુ જેટલા શિક્ષકો સભ્યપદ ધરાવે છે. શિક્ષકો માં અંદરો અંદર ચાલતી ચર્ચા મુજબ રાજ્ય સંઘનું ઇલેક્શન આવતું હોવાથી જિલ્લામાંથી રાજ્ય સંઘમાં પદનામિત હોદ્દેદાર તરીકે નિમણૂક પામવા ઉમેદવારોમાં માટે અંદરો અંદર લોબિંગ ચાલુ થઈ ગયેલ છે જેમા પોતાના મળતીયાઓને રાજ્ય સંઘમાં મોકલવા માટે હિલચાલથી સંઘમાં ૨ ભાગ પડવા ના એંધાણ છે.

ફક્ત ફોટા પડાવવામાં રસ ધરાવતા કેટલાક હોદ્દેદારોથી નારાજ થઈ ને પ્રાથમિક વિભાગમાં એક અલગ “રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ”ની રચના કરેલ છે જે શિક્ષકો ના પડત પ્રશ્નો માટે આવાઝ ઉઠાવશે. જેમાં પ્રમુખ તરીકે પંચોલી ઘનશ્યામકુમાર -છોટાઉદેપુર ,મહા મંત્રી તરીકે યોગેન્દ્ર પટેલ- બોડેલી ,ઉપ પ્રમુખ - રાઠવા નિતેશકુમાર -જેતપુર પાવી, રાઠવા ઘનશ્યામ ભાઈ- જેતપુર પાવી ની વરણી થયેલ છે. જેઓએ રાષ્ટ્રીય શૈક્ષીક સંઘ તરફથી વિનોદ રાવનું સ્વાગત કરેલ. શિક્ષકોને રાષ્ટ્રીય શૈક્ષીક સંઘ પર આશાનું કિરણ મંડાયેલ છે. યોગેન્દ્ર પટેલે કહ્યું હતું કે શિક્ષકો ના પડતર પ્રશ્નો અને શિક્ષકોને મદદની જરૂર હોય ત્યારે શિક્ષકોને મદદ માટે સંઘના મિત્રો નૈતિક હિંમત દાખવી શક્યા નથી. અને શિક્ષકોની આશા ઠગારી નીકળી છે. એકાદ હોદ્દેદાર ફક્ત અધિકારીઓ સાથે જ સંબધ માં રસ દાખવતા હોય છે. અને પોતાના તાલુકામાં કઇ ઉપજતું ન હોય ત્યારે બીજા તાલુકાના શિક્ષકોમાં લડાઈ કરાવી ભાગલા પડાવવાના કાવા દાવા કરતા હોય ત્યારે શિક્ષકોના હિત બાજુ પર મૂકી દેવાય છે. અમુક હોદ્દેદારો દ્વારા ફક્ત અમુક જ શિક્ષકોના કામ થાય છે.