રાયપુર-

છત્તીસગઢની રાજધાની રાયપુરના મંદિર હસૌદ વિસ્તારમાં હાઇવે પર માછલીઓથી ભરેલું પીકઅપ વાહન પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ લોકોને આ દુર્ઘટનામાં લૂંટવાની તક મળી. અકસ્માત બાદ ડ્રાઇવરે પોતાને પીકઅપ વાને ઉભી કરી હતી પંરતુ, ત્યાં સુધીમાં લોકો રસ્તામાં વેરવિખેર માછલીઓ ઉપાડીને દોડવા લાગ્યા હતા.

પોલીસને ઘટનાની જાણ થતાં જ લોકોને માછલીઓને લૂંટતા અટકાવવામાં આવ્યા હતા. આ અકસ્માત મુખ્ય માર્ગ પર બન્યો હતો, તેથી રસ્તા પરનો ટ્રાફિક પણ લગભગ 1 કલાક વિક્ષેપિત થયો હતો. કેટલાક સ્થાનિક લોકોની મદદથી વાહન સીધું કરાયું, ત્યારબાદ માછલીને કારમાં મૂકીને રાયપુર મોકલી દેવાઈ. પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી નથી. બનાવના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે વાનની પાછળના ભાગમાં પાણી હતું જેમાં જીવતી માછલી હતી. જ્યારે ડ્રાઇવરે વાહન ચોક પર આવ્યો ત્યારે તેમનું નિયંત્રણ બગડ્યું અને પીક-અપ વાન પલટી ગઈ. આને કારણે કારની અંદરનું પાણી રસ્તા પર વેરવિખેર થઈ ગયું હતું અને માછલી રસ્તા પર છટપટાવા લાગી હતી. દરમિયાન કેટલાક લોકોએ હાથ સાફ કર્યા હતા.