જામનગર,

જામનગર GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBના હાથે ઝડપાઇ ગયા છે. અધિકારી પર ઘણા દિવસથી ACBની વોચ હતી. આજે અધિકારીને બેનામી રોકડ સાથે હાથ લાગતા જામનગર જિલ્લામાં GPCB સ્ટાફમાં નાસભાગ મચી જવા પામી હતી.

કલાસ વન અધિકરી બી.જી.સુતરેજા પાસેથી મળી આવી રૂ.5 લાખથી વધુની રોકડ રકમ મળી આવતા અધિકારીઓ ચોકી ઉઠયા હતા. જોકે છેલ્લાં એક મહિનાથી ACB અધિકરીની વોચમાં હતું. ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની લીધી તલાશી લેતા તેમની પાસેથી બેનામી રકમ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

આ અધુકારી બી.જી.સુતરેજા પાસેથી મળી આવી. તે લાખોની રોકડ રકમ ક્યાથી આવી કોની પાસેથી આવી કોને આપવાની હતી તે અંગે હવે ACB તપાસ કરશે.  અધિકરી બી.જી.સુતરેજા ફરજ બજાવે છે જામનગર,રહે છે અમદાવાદમાં ACB પાસે ચોક્કસ માહિતી હતી. દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ આવે છે તે બાબતની પણ માહિતી ACB પાસે હતી. બાતમીને આધારે ACBએ પાર પાડયું ઓપરેશન હતું. 

કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના ACB અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરશે. હાલ જામનગર GPCBનાં ઓફિસરની પુછપરછ ચાલી રહી છે. ACBના સફળ ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ મચી જવા પામેલ છે.