આણંદ-

ખંભાત શહેરના અકબરપુર વિસ્તારમાં મોટી ચુનારાવાડમાં 30 વર્ષીય સંજય ચુનારા રહેતો હતો. ગત રવિવારે બપોરે તેના ઘર આગળ ચુનારાવાડમાં રહેતો વિકી રાજેશ ચુનારા મોટેમોટેથી ગાળો બોલતો હતો. સંજય તે વ્યક્તિને તેના ઘર આગળ ગાળો બોલીશ નહીં તેમ કહ્યું હતુ. આ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને પગલે ઉશ્કેરાયેલા શખ્સે તેના માથામાં લાકડી મારી દેતા સંજય નીચે પડી ગયો હતો. આ દરમિયાન વિકીએ તેનું ગળું દબાવી દીધું હતુ. જેના કારણે સંજયનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતુ.આણંદ જિલ્લાના ખંભાત શહેરના અકબરપુરમાં આવેલા મોટા ચુનારાવાડમાં ગાળો બોલવાના ઠપકામાં ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને લાકડીઓ મારી તેનું ગળું દબાવી દીધું હતું. જેના કારણે યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું. હત્યા બાદ આરોપી ભાગી છૂટ્યો હતો. જેને આજે શનિવારે ખંભાત શહેર પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.