વડોદરા, તા. ૧૦

મૂળ ઈશરોડા ગામના રાજુભાઈ ચૌહાણ ગત તા. ૭ નારોજ સાંજે લીંબાડીયા ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ દાલબાટી હોટલમાં દાલબાટી લેવા ગયા હતા. જ્યાં તેમને બાટી ઓછી આપતા કેમ બાટ ઓછી આપી છે? તેવો સવાલ કરતા હોટલના માલિકે રાજુ ચૌહાણ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી જેને પગલે હોટલના કર્મચારીઓ માલિક તરફેે આવી પહોંચીને રાજુ ચૌહાણને ઢોર માર માર્યો હતો. અસહ્ય માર મારવાના કારણે તે બેભાન બની ગયો હતો. જેથી હોટલ માલિકે તેના કર્મચારીઓ સાથે તેને રીક્ષામાં લઈ જઈને તેના ગામમાં મૂકી આવ્યા હતા. આ બનાવની જાણ પરીવારજનોને થતા તેઓ સારવાર માટે નજીકના હોસ્પીટલમાં લઈ ગયા હતા. જ્યા વધુ સારવાર માટે સયાજી હોસ્પીટલમાં લઈ જવાનું જણાવતા તેઓ ગત તા. ૮ નારોજ દર્દીને લઈ આવ્યા હતા જેનું સારવાર દરમ્યાન ગત રાત્રીએ મોત નિપજ્યું હતું. યુવકનું મોત નિપજતા દલિત સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.તેમને ન્યાય અપાવવા માટે દલિત સમાજના અગ્રણી પણ હોસ્પીટલમાં દોડી આવ્યા હતા. તે સિવાય મહિસાગર જીલ્લાના પોલીસ અધીકારી પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા.

આ બનાવની જાણ પરીવારજનોને થતા યુવકને સારવાર માટે સૌ પ્રથમ લુણાવાડા અને બાદમાં ગોધરા સારવાર કરવા માટે ખસેડવામાં આવ્યો હતો પરતું હોસ્પીટલ દ્વારા વધુ સારવાર માટે સયાજી હોસ્પીટલમાં ખસેડવાનું જણાવતા યુવકને બે દિવસ પૂર્વે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું ગત રાત્રે સારવાર દરમ્યાન મોેત નિપજ્યું હતું. મોત નિપજતા જ દલિત સમાજના અગ્રણી તેમજ શહેર કોગ્રેસના અગ્રણીઓ આવી પહોચતા વિવાદ સર્જાયો હતો જેને કારણે પરીવારજનોએ લાશને લેવા માટે ઈનકાર કરી દીધો હતો પરતું પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરતા મૃતદેહને પરીવારજનોએ સ્વાકાર કર્યો હતો.

એક કાર્યક્રમ માટે આવેલા મેવાણી ધરણાં પર બેસી ગયા

વડોદરામાં એક નૉન-પોલિટિકલ કાર્યક્રમ માટે વડોદરા આવેલા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આ ઘટના અંગેની જાણ થતાં સવારે સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેમ કહ્યું હતું. આ ઘટનામાં પોલીસે શરૂઆતમાં હત્યાના પ્રયાસની ૩૦૭ની કલમ દાખલ કરવાને બદલે સામાન્ય મારામારીની ૩૨૩ની કલમ લગાડવામાં આવી છે. જ્યારે હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ થયું ત્યારે ૩૦૨ની કલમ લગાડવામાં આવી છે. ધારાસભ્ય આરોપીઓની ધરપકડની માગ સાથે ધરણાં પર બેસી ગયા હતા. જાે કે, મહિસાગર જિલ્લાના ડીવાયએસપીએ ન્યાયની ખાતરી આપ્યા બાદ મૃતદેહને લઈ જવા સમાજ તૈયાર થયો હતો.

હત્યારા સામે પોલીસે પહેલાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધતાં રોષ

મૃતક રાજુભાઇના પરિવાર અને દલિત સમાજના અગ્રણીણો દ્વારા પોલીસની કામગીરી સામે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા હત્યારાઓ સામે શરૂઆતથી જ હત્યાના પ્રયાસની કલમ ૩૦૭ દાખલ કરવાના બદલે સામાન્ય મારામારીની કલમ - ૩૨૩ દાખલ કરવામાં આવી હતી. હવે જ્યારે સમાજે દલિત સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા હત્યાની કલમ ૩૦૨ની દાખલ કરવામાં આવી છે.