અમદાવાદ-

અમદાવાદના પિરાણા ની ફેક્ટરી માં થયેલા બ્લાસ્ટ નો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે આ બધા વચ્ચે પાંચ પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી તેઓ હવે વધુ સહાય ની માંગણી કરી રહ્યા છે તેઓ ની માગ છે કે મૃતક પરિવાર ને 20 લાખની સહાય અને સરકારી નોકરી આપવામાં આવે. અમદાવાદ ની વી.એસ.હોસ્પિટલની બહાર 2 દિવસથી પરિવારજનો એ આ માંગ ચાલુ કરી એકત્ર થઇ રહ્યા છે. નોંધનીય છે કે 7 પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી લીધો છે આ અગ્નિકાંડમાં 12 નિર્દોષ લોકોના થયા મૃત્યુ થયા છે. અમદાવાદના પીરાણામાં બોઈલર બ્લાસ્ટથી લાગેલી આગ મામલે પાંચ પરિવારે હજી સુધી મૃતદેહ સ્વીકાર્યા નથી. તો બીજી તરફ નારોલ પોલીસે ત્રણ લોકો સામે માનવ વધ સહિતની ફરિયાદ નોંધી ત્રણ લોકોની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. નાનુ કાકા એસ્ટેટના બે માલિક અને કાપડ ફેક્ટરીના માલિક હિતેન સુતરિયા સામે ફરિયાદ નોંધવામા આવી છે. મૃતકના પરિવારો આરોપીઓ સામે કડક કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે.