અમદાવાદ, રેલવે તંત્ર દ્વારા પ્રવાસી મુસાફરોની માંગણી અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પૂણે વચ્ચે દોડતી દૂરંતો સ્પેશિયલ ટ્રેન અને અને અમદાવાદથી નાગપુર વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ફરીથી શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત ટ્રેન નંબર ૦૨૨૯૭ અમદાવાદ – પૂણે દૂરંતો સ્પેશિયલ બીજી જુલાઈથી આગળની સૂચના ન આવે ત્યાં સુધી દર મંગળવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી રવાના થશે. જ્યારે ટ્રેન નંબર ૦૨૨૯૮ પૂણે – અમદાવાદ દૂરંતો સ્પેશિયલ ટ્રેન તા. પહેલી જુલાઈથી આગળની સૂચના ન મળે ત્યાં સુધી દર સોમવાર, ગુરુવાર અને શનિવારે પૂણેથી રવાના થશે.

જ્યારે ટ્રેન નંબર ૦૧૧૩૮ અમદાવાદ – નાગપુર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન તા. આઠમી જુલાઈથી આગળની સૂચના ન મળે ત્યાં સુધી દર ગુરુવારે અમદાવાદથી રવાના થશે. જ્યારે ટ્રેન નંબર ૦૧૧૩૭ નાગપુર –અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ તા. સાતમી જુલાઈથી આગળની સૂચના ન મળે ત્યાં સુધી દર બુધવારે નાગપુરથી રવાના થશે. અત્રે નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. એટલુ જ નહીં પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિદ – ૧૯થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.