અમદાવાદ-

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના વાયરસ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. અમદાવાદમાં આજ રાતથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી કરફ્યુની જાહેરાત કરાઇ છે. આ દરમિયાન શહેરમાં મોટી સંખ્યામાં નવા કોરોના કેસ સામે આવતા સરકારની ચિંતા વધી ગઇ છે. કારણ કે મોટાભાગની કોવિડ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં નવા દર્દી આવતા હવે ખાલી બેડની સંખ્યા ઘટી ગઇ છે.

હાલ અમદાવાદ શહેરની મોટાભાગની કોવિડ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ જતાં દર્દીઓની હાલત કફોડી બની છે.એક સમયે શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં બંધ કરવામાં આવેલાં કોરોના પેશન્ટોની સારવાર માટેના બે વોર્ડ ફરીથી શરૂ કરવામાં આવ્યાં છે. 

અમદાવાદની કોવિડ હોસ્પિટલો દર્દીઓના બેડની સ્થિતિ 

કુલ બેડ 2256 

આઈસોલેશન બેડ 772

ખાલી બેડ 104

એચડીયુ બેડ 777

ખાલી બેડ 68

આઈસીયુ વેન્ટિલેટર વગર 338

ખાલી બેડ 18

આઈસીયુ વેન્ટિલેટર સાથે 157

ખાલી બેડ 18

સોલા સિવિલ 500

ખાલી બેડ 130

અસારવા સિવીલ 1200

ખાલી બેડ 476

મળતી માહીતી પ્રમાણે,અમદાવાદ શહેરમાં છેલ્લા સાત દિવસમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં નોંધાઈ રહેલા કોરોના પોઝિટિવ કેસની સાચી વિગતો મ્યુનિસિપલ તંત્ર દ્વારા લોકો સમક્ષ જાહેર કરાતી નથી. મોટાભાગની સરકારી કે મ્યુનિ.દ્વારા ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી 76 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોના પેશન્ટો માટે અલગ રાખવામાં આવેલા મોટા ભાગના બેડ દર્દીઓથી ભરાઈ જતા હવે ગણતરીના બેડ જ ખાલી રહેવા પામ્યા છે.