અમદાવાદ-

રાજ્ય માં કોરોના ની સ્થિતિ યથાવત છે અને સંક્રમણ વધતું હોવાનું જણાતાં હવે લોકો પોતે જ જાગૃત થઈ રહ્યા છે અને કોરોના સાથે જીવવા માટે ટેવાઈ રહ્યા છે મળી રહેલા અહેવાલો મુજબ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વાત એમ બની કે એક જ અઠવાડિયમાં આ વિસ્તારમાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા સ્થાનિક લોકો સાવધાન થઈ ગયા અને કોરોના નું સંક્રમણ અહીં આગળ વધે નહીં તે માટે જાતે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે જે કોરોના ને લઈ લોકો માં આવેલી જાગૃતિ નો પુરાવો છે અને અહીંના લોકો ના નિર્ણય ની સરાહના થઈ રહી છે.

આ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભુ લોકડાઉનમાં જોડાઇ છે. જેને લઇને આજ વહેલી સવારથી દુકાનો બંધ જોવા મળી છે. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં આજથી આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવતા આખા ગુજરાત માં આ વાત ની નોંધ લેવામાં આવી છે. તંત્ર અને સરકાર તો પગલાં ભરી રહી છે પરંતુ જો બધાજ આ રીતે સહકાર માં જોડાશે તો કોરોના ની મહામારી દેશ માંથી જલ્દી ખતમ થઈ જશે તે નક્કી છે.