નવી દિલ્હી-

તાજિકિસ્તાનમાં શુક્રવારે રાત્રીના સમયે ૬.૩ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આવેલાં ભુકંપના કારણે ભારત અને પાકિસ્તાનમાં પણ કેટલાય સ્થળોએ ધરા ધ્રુજી હતી. દેશના 7થી વધુ રાજયોમાં રાત્રે 10 વાગીને 31 મિનિટે ધરા ધ્રુજવા લાગતાં લોકો ડરના માર્યા ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. દિલ્હી એનસીઆર, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત સંપૂર્ણ ઉત્તર ભારતમાં આ આંચકા અનુભવાયા હતાં. આ વિસ્તારમાં હાઈરાઈઝ ઈમારતોમાં રહેતા લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. પંજાબના અટારી સહિત કેટલાક વિસ્તારોમાં ઘરની દિવાલોમાં તિરાડ પડવા જેવી અસરો જોવા મળી હતી. જોકે, ભૂકંપના કારણે જાનહાની અથવા મિલકતને નુકસાનના કોઈ સમાચાર હજી સુધી મળ્યા નથી.

આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તજાકીસ્તાનના વાતનથી 11 કિમિ દૂરના અંતરે આવેલું હોવાનું હવામાનખાતાએ જણાવ્યું હતું. જો કે, તેને પગલે ભારતમાં પણ અનેક સ્થળે હળવા આંચકા અનુભવાયા હતા.