અમદાવાદ -

અમદાવાદ શહેરમાં ચોમાસુ આવતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો માઝા મૂકે છે. ત્યારે આ વર્ષે કોર્પોરેશનની કામગીરી હોવા છતાં પણ રોગચાળો વકર્યો છે. જેના લીધે તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે. જેમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કોર્પોરેશનના હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં એક સપ્તાહમાં કરેલી કાર્યવાહી જોઈએ તો શહેરમાં 1572 જેટલા વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1040ને નોટિસ અપાઈ. તેમજ 25 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. તો 1.31 લાખ ઘરમાં ફોગીંગ કર્યું જોકે તેમ છતાં રોગચાળો અટકી નથી રહ્યો. મચ્છર જન્ય રોગચાળાના કેસ જોઈએ તો 2019માં 4102. 2020માં 618 અને 2021માં અત્યાર સુધી 202 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 120 કેસ નોંધાયા. ડેન્ગ્યુના 2019માં 4547. 2020માં 432 અને 2021માં અત્યાર સુધી 140 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 72 કેસ નોંધાયા. ચિકનગુનિયા 2019માં 183. 2020માં 923 અને 2021માં અત્યાર સુધી 162 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 34 કેસ નોંધાયા.