વડોદરા, તા.૧૮

વડોદરા શહેમરાં અનેક ઐતિહાસિક ધરોહરો છે. તેમાંય ખાસ કરીને સૂરસાગર તળાવની આસપાસ અને ચાર દરવાજા વિસ્તારમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે. ત્યારે વડોદરા શહેરને હેરીટેજ સિટીનો દરજ્જાે મળે તે માટે ટીમ વડોદરા દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે આજે જાણીતા આર્કિટેક્ટ, હિસ્ટોરીયન, સેવાભાવી સંસ્થાઓ, પાલિકાના અધિકારીઓ સહિત તજજ્ઞોને સૂરસાગરથી માંડવી સુધી હેરીટેજ વોક કરીને ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં વડોદરાને હેરીટેજ સિટી ઉપરાંત યુનેસ્કોના વર્લ્ડ ક્રિએટીવ સિટી બનાવવાની વાત મુકવામાં આવી હતી.

કલા અને સાંસ્કૃતિક નગરી વડોદરા ઐતિહાસિક શહેર પણ છે. જ્યાં બેનમૂન સ્થાપત્યોનો સમાવેશ થાય છે.

જેમાં મુખ્યત્વે ન્યાય મંદિર, મ્યુઝિક કોલેજ, ચાર દરવાજા, સૂરસાગર, લક્ષ્મી વિલાસ પેલેસ જેવી અસંખ્ય ઈમારતોનો સમાવેશ થાય છે. ત્યારે વડોદરા શહેરને હેરીટેજ સિટીનો દરજ્જાે મળે તે માટેના પ્રયાસો કરાઈ વડોદરા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આ માટે તજજ્ઞો સાથે કેવી રીતે ન્યાયમંદિર, ચાર દરવાજા અને આસબપાસના વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે વિકાસવી શકાય તે માટે ચર્ચા - વિચારણા થઈ રહી છે.

ત્યારે આજે તજજ્ઞો, જાણીતા આર્કિટેક્ટ, બાંધકામના વ્યવાસય સાથે સંકળાયેલા તજજ્ઞો, ફાઈન આટ્‌ર્સના તેમજ હિસ્ટોરીયનો સહિત એક્સપર્ટ દાંડિયાબજાર ચાર રસ્તા પર એકઠા થયા હતા અને સૂરસાગરથી માંડવી સુધી હેરીટેજ વોક કરીને આ સમગ્ર હેરીટેજ સ્ક્વેર કેવી રીતે ડેવલપ થઈ શકે તે માટે વિસ્તૃત ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી.

જેમાં જાણીતા આર્કિટેક્ટ અને હિસ્ટોરીયન સમીર ખેરાએ વડોદરાને હેરીટેજ સિટી ઉપરાંત યુનેસ્કો ક્રિેએટીવ સિટી બનાવવાની વાત મુકી હતી. જે સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી.

દેશના છ શહેરોનો યુનેસ્કોની ક્રિએટિવ સિટીમાં સમાવેશ

યુનેસ્કો ક્રિએટીવ સિટીસના નેટવર્કમાં દેશના ૬ શહેરોનો વિવિધ ખાસિયતો લઈને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ચેન્નાઈ અને વારણસી - સંગીત, જયપુર અને શ્રીનગર - સિલ્પ અને લોકકલા, મુંબઈ - ફિલ્મ તેમજ હૈદરાબાદ - પાકકલા યુનેસ્કો શહેરની યાદીમાં સમાવેશ થાય છે.