દિલ્હી-

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ચેન્નઈ અને પોર્ટ બ્લેરને જોડતી સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રોજેક્ટનો ઉદ્દઘાટન કરતાં વડા પ્રધાને કહ્યું કે, હવે અંડમાન અને નિકોબારનાં લોકોને મોબાઇલ કનેક્ટિવિટી અને ઝડપી ઇન્ટરનેટની સમાન સસ્તી અને સારી સુવિધાઓ પણ મળશે, જેના માટે ભારત વિશ્વમાં આગળ છે.

ઉદ્ઘાટન કરતા વડા પ્રધાને કહ્યું કે, દોઢ વર્ષ પહેલા તેમણે નેતાજીને નમન કરી આ પ્રોજેક્ટ શરૂ કરવાની તક મળી. ચેન્નાઈથી પોર્ટ બ્લેર અને અંડમાન નિકોબાર વચ્ચે સુવિધા શરૂ થઈ છે. આ કનેક્ટિવિટી માટે હું અંડમાનનાં લોકોને મારી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. સ્વતંત્રતા દિવસ પહેલાની આ એક પ્રેમાળ ભેટ છે. સમુદ્રની અંદર આશરે 2300 કિલોમીટર સુધી કેબલો નાખવાનાં આ કામને સમય પૂર્વે પૂર્ણ કરવું ખૂબ જ વખાણવા યોગ્ય છે. ઉંડા સમુદ્રમાં સર્વે કરવુ, કેબલની ગુણવત્તા જાળવી રાખવી અને વિશિષ્ટ વહાણો દ્વારા કેબલ નાખવું સરળ નથી. ઉપર ઉંચા-ઉંચા મોજા, તોફાન, ચોમાસામાં વિક્ષેપ. આ પ્રોજેક્ટ જેટલો મોટો હતો, તેટલા જ પડકારો મોટા હતા. આ જ કારણ છે કે વર્ષોથી તેની જરૂરિયાત બાદ પણ તેના પર કામ થઇ શક્યું નહી.

આપને જણાવી દઈએ કે, આજે ઓપ્ટિકલ ફાઇબર કેબલનું ઉદ્ઘાટન કરવા જઈ રહેલા પીએમ મોદીએ વર્ષ 2018 માં શિલાન્યાસ કર્યો હતો. તે આશરે 2300 કિલોમીટરનું નેટવર્ક છે, જે ચેન્નાઇ અને પોર્ટ બ્લેર વચ્ચે નાખવામાં આવ્યું છે. આના માધ્યમથી મોબાઈલ અને લેન્ડલાઈન ટેલિકોમ સેવાને મોટા પ્રમાણમાં વેગ આપવામાં આવશે. આ સાથે, સ્થાનિક અર્થતંત્રમાં મોટી તેજી આવશે. તે ઓએફસી સ્વરાજ આઇલેન્ડ, લિટિલ અંડમાન, કાર નિકોબાર, કામરોટા, ગ્રેટ નિકોબાર, લોંગ આઇલેન્ડ, રંગતમાં પણ જશે, જે અહીંનાં લોકોને ઝડપી ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરશે.