દિલ્હી-

વડાપ્રધાન પોતાના મતવિસ્તારના પ્રવાસે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે કાર્તિકી પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે. આ વર્ષે દેવદિવાળી કાશીનગરીમાં ગંગા નદીના કિનારે દિપ પ્રગટાવીને મનાવવામાં આવી રહી છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે વારાણસીમાં દેવદિવાળીનું આયોજન સદીઓથી થાય છે. એક એવી પણ માન્યતા જોડાયેલી છે કે, આ દિવસે દેવતાઓએ શિવની નગરીમાં દિવાળીની ઉજવણી કરી હતી તેથી તેને દેવ દિવાળી કહેવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસ્થાના રંગમાં રંગાયેલી કાશીમાં દિપ પ્રજ્વલિત કરી દેવ દિવાળી મહોત્સવનો પ્રારંભ કર્યો. આ તકે વડાપ્રધાને મંદિરોની વેબસાઈનું પણ ઉદ્ધાંટન કર્યું. મોદી પોતાના બીજા કાર્યકાળ દરમિયાન ત્રીજી વખત પોતાના મતવિસ્તાર વારાણસી આવી રહ્યા છે. દેવદિવાળીના પર્વમાં વડાપ્રધાને દેવદિવાળીનો પહેલો દિવો પ્રગટાવ્યો. 84 ઘાટ પર લગભગ 15 લાખ દિવાઓથી શિવનગરી કાશી ઝગમગી ઉઠી હતી.