વડગામ,તા.૨૨ 

રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર વડગામ આવી પહોંચ્યા હતા.જેમાં વડગામ તાલુકા પંચાયત અને એ.પી.એમ.સી.ત્યારબાદ મુક્તેશ્વર ડેમ અને સિસરાણા ગામની મુલાકાત લીધી હતી‌. જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે વડગામ તાલુકાના ખેડૂતોના જીવાદોરી સમાન મોકેશ્વર ડેમમાં પાણી નહિવત જોવા મળી રહ્યું છે.મોકેશ્વર ડેમમાં પાણી નાખવામાં આવે તે માટે સરકાર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે.વડગામ માર્કેટ યાર્ડ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. તેઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના સીસરાણા ગામમાં પણ આગેવાનો સાથે મીટીંગ યોજી હતી. વડગામ પંથકના ખેડૂતોના જીવાદોરી સમાન મોકેશ્વર ડેમની મુલાકાત લીધી હતી.અગાઉ રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ મોકેશ્વર ડેમની મુલાકાત લીધી હતી.હાલમા મુક્તેશ્વર ડેમમાં પાણી ન હોય તળિયા દેખાય રહ્યા છે.જો ચોમાસામાં વરસાદ નહીવત થાય તો ડેમમાં પાણી બિલકુલ રહે તેમ નથી.ખેતી અને પશુપાલન ઉપર નભતા વડગામ તાલુકાના ખેડૂતો તથા લોકોની દયનીય હાલત હોવાથી ડેમમાં નર્મદાના પાણી નાખવા તેમના દ્વારા પ્રયત્નો કરાશે. આ અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને પાણી લાવવાના પ્રયાસ કરવામાં આવશે તેવું ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું. સાંસદ જુગલજી ઠાકોરની વડગામની મુલાકાત દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણા, મહામંત્રી ડી,વી. સોલંકી,એ.પી.એમ.સી. ચેરમેન કેસરભાઈ ચૌધરી, જિ. પં. સભ્ય અશ્વિન સક્સેના,ગોવિંદભાઈ ચૌધરી, બાલકૃષ્ણ જીરાલા ઉપસ્થિત રહ્યા હતા.