લોકડાઉન દરમિયાન, જ્યાં એક બાજુ સામાન્યથી વિશેષ તેમની સલામતી માટે ઘરોમાં સમય પસાર કરે છે. બીજી બાજુ, તમામ કામ અટક્યા છે. ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો હાલની સ્થિતી કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જા કોઈના પૈસા ડૂબી ગયા છે, તો પછી ઘણા મહિનાઓથી કોઈએ કમાણી કરી નથી. તાજેતરમાં જ અભિનેત્રી ટિયા બાજપાઇ પણ લોકડાઉન દરમિયાન તેની આપવીતી જણાવી છે. ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોની જેમ તેને પણ આર્થિક સંકટનો પણ સામનો કરવો પડ્યો. ટિયા બાજપાઇએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન આર્થિક સંકટ કેવી રીતે સર્જાયું હતું અને તેના કારણે તે ડિપ્રેશનમાં જતી રહી હતી. એક રિપોર્ટ અનુસાર ટિયાએ ઇન્ડસ્ટ્રીમાં તેના મિત્રો અને આત્મહત્યા કરનારા કલાકાર વિશે વાત કરી છે. તેણે કહ્યુ કે પૈસાની તંગીના કારણે જે લોકો આવુ પગલું ભરે છે તે લોકોનું દુઃખ સમજી શકું છું. આ સમય અમારા કલાકાર માટે ખૂબ ખરાબ સમય છે.